ઑસ્કાર ફિલ્મી દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડમાંથી એક છે. દર વર્ષે લાખો લોકો જેની રાહ જોતા હોય છે. આજે 23 જાન્યુઆરીએ 97માં એકેડેમી એવોર્ડ્સ માટે નોમિનેશન કરાયા છે. તમને જણાવી દઈએ કે, લૉસ એન્જિલ્સમાં લાગેલી આગને કારણે તે લાંબા સમયથી મુલતવી રાખવામાં આવી રહ્યું હતું અને આજે ગુરુવારે આખરે તેની ફાઈનલ જાહેરાત કરવામાં આવી છે. જેમાં આ વખતે ભારતની શૉર્ટ ફિલ્મ 'અનુજા' એ લાઈવ એક્શન શૉર્ટ ફિલ્મ કેટેગરીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.