બજારમાં ‘’ઓર્ગેનિક’’ના નામે લોલમલોલ ચાલે છે. તેનો પુરાવો મળ્યો. કન્ઝ્યુમર રાઈટ્સ માટે કામ કરતી CERC સંસ્થાએ ઓર્ગેનિક ચોખાનું પરિક્ષણ કર્યું.. તેમાં 7 કંપનીઓના ચોખાના સેમ્પલ લીધા. તેમાંથી 7માથી 6 કંપનીઓ ફેઈલ થઈ. 6 કંપનીના ચોખામાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ જોવા મળ્યું. સંસ્થાના મતે વિચિત્રતા એ પણ છે કે ચોખા ઓર્ગેનિક છે કે કેમ તે નક્કી કરવા સરકારી માપદંડ જ નથી.