સુરતના અડાજણમાં સાડા ત્રણ વર્ષની બાળકીએ મૃત્યુ બાદ 2 વ્યક્તિને નવું જીવન આપ્યું. પીડીયાટ્રિક ડોનેશનની અસાધારણ ઘટનામાં બાળકીનું આંખ, કિડની અને લીવરનું અંગદાન કરાયું. ડીઝા ગોળવાલા નામની બાળકીનું મગજમાં પાણી ભરાવાથી મૃત્યુ થયેલું. મૃત્યુ બાદ દિકરીના માતા-પિતા ઉર્વિશ અને વિશ્વા ગોળવાલાએ અંગદાનનો નિર્ણય કરી સમાજમાં પ્રેરણાદાયી પહેલ કરી.