ચીન સાથે સરહદી મુદ્દે વધી રહેલા તણાવ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં કંઇક બનવા જઇ રહ્યુ હોવાના સંકેત મળી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં સરકારનો આદેશ જાહેર થતા લોકોમાં ચિંતા વધી ગઇ છે. કેન્દ્ર સરકારે ઓઇલ કંપનીઓને બે મહિના માટે LPG સિલિન્ડરનો સ્ટોક કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત ગાંદરબલમાં પોલીસે જિલ્લા વહિવટીતંત્રને અપીલ કરી છે કે તે અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખી કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળ (CAPF) માટે શાળા અને કોલેજ ખાલી કરવી લે. જોકે, હજુ એ પણ નક્કી નથી કે યાત્રા ક્યારે યોજાશે.
કેન્દ્ર સરકારના બે આદેશને લીધે જમ્મુ-કાશ્મીરની જનતામાં ચિંતા પ્રસરી ગઇ છે. કાશ્મીરનો ગાંદરબલ જીલ્લો લદાખના કારગિલ સાથે જોડાયેલો છે. સરકારના આદેશ પર પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી કહ્યુ હતું કે સરકારના આદેશ કાશ્મીરમાં ડર ફેલાવી રહ્યા છે.