સાબરમતી નદીના પ્રદૂષણ સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીતની અરજીની સુનવણી ચાલી રહી છે.આ સંદર્ભમાં અમદાવાદના નારોલ વિસ્તારમાં ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વગર ધમધમતા ૭૮ જેટલા ઈન્ડસ્ટ્રીયલ એકમોને સીલ કરવા મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો છે.રાત્રિના અંધારાનો લાભ લઈ વિવિધ એકમો દ્વારા આ વિસ્તારમાંથી પસાર થતી મ્યુનિસિપલ કોર્પોરેશનની સીવેજ લાઈનમાં કેમિકલયુકત પાણી છોડવામા આવી રહયુ છે જેને બંધ કરવા પાણી અને ડ્રેનેજના કનેકશન પણ કાપવામા આવશે.