ગુજરાત સરકારની તમામ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં સેવાઓ આપી રહેલા વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ કે જે સરકારી કચેરી અને ગાડીમા નિયમ વિરુદ્ધ રીતે AC રાખે છે તેના તાત્કાલિક દૂર કરવા અને ખર્ચની વસૂલાત કરતો પરિપત્ર રાજ્યના વિકાસ કમિશ્નરે કર્યો છે. વિકાસ કમિશ્નરના આ પરિપત્રથી હવે સરકારના નિયમો વિરુદ્ધ સુખ સાયબી ભોગવતા અધિકારીઓ પાસે વસૂલાત પણ કરવામાં આવશે.
પોતાના ખર્ચે પણ સુવિધા ન ભોગવી શકાય
વિકાસ કમિશ્નરે પરિપત્રમાં લખ્યું છે કે, સરકારશ્રીના ધ્યાનમાં આવ્યું છે કે સરકારના વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ નિયમ પ્રમાણે ન મળતી સગવડો કચેરીઓમાં કરાવે છે. મહત્વનું છે કે મુખ્ય સગવડોમાં AC ચેમ્બરો અને AC વાહનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં અધિકારીઓ વિવાદ ટાળવા પોતાને ખર્ચે સગવડો ઊભી કરતાં હોવાનું પણ સરકારના ધ્યાને આવ્યું છે. પરંતુ તેના કારણે વધારાનું વીજળી બિલ અને પેટ્રોલ ડીઝલનો ખર્ચ સરકાર ઉપર જ આવે છે.
એક એક પાઈ વસૂલવા માટેનો આદેશ
સૌથી અગત્યની વાત એ છે કે,અધિકારીને જે સગવડો મળવા પાત્ર ના હોય તે સગવડો તેઓ ભોગવી શકે નહિ તેથી તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને સૂચના આપવામાં આવે છે કે આગામી દિન-15માં તેમના જિલ્લા પંચાયત તંત્રના તમામ અધિકારીઓની ચેમ્બર, એન્ટિ ચેમ્બર અને સરકારી વાહનોમાં AC ફિટ કરાવેલ હોય તો તે તાત્કાલિક દૂર કરવા અને આ સગવડો સરકારી ખર્ચે કરવામાં આવી હોય તો આવા ખર્ચો સંબંધિત અધિકારી પાસેથી વસૂલવા, એટલું જ નહીં આવી સગવડો પાછળ થયેલ વધારાના વીજળી બિલ અને પેટ્રોલ ડીઝલના ખર્ચનો અંદાજ કાઢી જેમણે તે સગવડો જેટલા સમય માટે ભોગવેલ હોય તેટલા સમય માટે તેમની પાસેથી વસૂલાત કરવી. સાથે જ તમામ ચેમ્બરો અને વાહનોમાંથી 31 જાન્યુઆરી,2020 પહેલા આ કામગીરી પૂર્ણ કરવી અને તેની વિગતો મોકલી આપવા કહેવામાં આવ્યું છે.