મુંબઈની સ્પેશિયલ ACB કોર્ટે સ્ટોક માર્કેટમાં કથિત છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘનના આરોપસર સેબીના ભૂતપૂર્વ વડા માધવી પુરી બુચ અને અન્ય પાંચ લોકો સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે તે તપાસ પર નજર રાખશે અને 30 દિવસમાં સ્ટેટસ રિપોર્ટ (કેસનો) માંગ્યો છે. તમને જણાવી દઈએ કે સેબીના વડા તરીકે માધવી પુરી બુચનો કાર્યકાળ 28 ફેબ્રુઆરીએ સમાપ્ત થયો છે અને તેમના સ્થાને ઓડિશા કેડરના આઈએએસ તુહિન કાંત પાંડેને સેબીના નવા વડા બનાવવામાં આવ્યા છે, જેમનો કાર્યકાળ 3 વર્ષ સુધી ચાલશે.