વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણવાળી કેન્દ્ર સરકારે વરિષ્ઠ મંત્રીઓ અને અમલદારોને તિબેટના ધાર્મિકવડા દલાઈ લામા સાથે સંકળાયેલા કાર્યક્રમોથી દૂર રહેવા આદેશ આપ્યો છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર વિદેશ સચિવ કેશવ ગોખલેએ આ સંદર્ભે પત્ર લખ્યો છે કે ભારત અને ચીન સાથેના સંબંધ ખૂબ નાજૂક પરિસ્થિતિથી પસાર થઈ રહ્યા છે.