ત્રણેય સેનાઓના એકીકરણ તરફ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. ગત સપ્તાહમાં આર્મીના કેટલાક અધિકારીઓને એરફોર્સ અને નેવીમાં તૈનાત કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
બ્રહ્મોસ મિસાઇલ યુનિટના અધિકારીએોને એરફોર્સ અને નેવીના યુદ્ધ જહાજ પર તૈનાત કરવામાં આવશે. એક અધિકારીના જણાવ્યા અનુસાર સંયુક્ત ફોર્સ તૈયાર કરવાના સંબધમાં આ પ્રથમ મોટું પગલું છે.
આ આદેશ મેજર અને કેપ્ટન રેન્કના અધિકારીઓ માટે જારી કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સેનાના ત્રણેય પાંખોમાં બ્રહ્મોસ મિસાઇલ ઓપરેટ કરવાની જરૃર હોય છે. આ મિસાઇલ દેશની ખૂબ જ મહત્ત્વપૂર્ણ મિસાઇલ છે જે હાયપરસોનિક સ્પીડથી ચાલે છે. તેની ત્રાટકવાની ક્ષમતા ૪૦૦ કિમી સુધીની છે.