પોલીસ વિભાગમાં ક્રાઇમ બ્રાંચ અને એસ.ઓ.જી. અથવા આર.આર.સેલ જેવી મહત્વની શાખાઓમાં મહિલાઓને અન્યાય ન થાય અને તેમને પણ સારી કામગીરી કરવાની તક મળી રહે તે માટે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ ખાસ પરિપત્ર કરી સુચના અપાઈ છે કે ક્રાઇમ બ્રાંચ અને એસ.ઓ.જી. અથવા આર.આર.સેલ જેવી મહત્વની શાખાઓમાં યોગ્ય અને કાર્યક્ષમ હોય તેવી મહિલા કર્મચારીઓની નિમણૂક કરવી.