-
પાટણમાં દલિત કાર્યકર દ્વારા જમીનના મામલે ન્યાય નહીં મળતા આત્મ વિલોપનમાં પોતાનો જીવ ગુમાવતાં તેના ભારે ઘેરા પ્રત્યાઘાતો દલિત સમાજમાં પડી રહ્યાં છે તો તેની સાથે સાથે સોમવાર 19 ફ્રેબ્રુઆરીથી ગાંધીનગર ખાતે શરૂ થઇ રહેલા વિધાનસભાના બજેટ સત્રમાં પણ વિપક્ષ દ્વારા તેના ઘેરા પ્રત્યાઘાતો પડે તેવા એંધાણ છે. વિપક્ષના યુવા ધારાસભ્યો જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરે આજે મૃતક દલિત કાર્યકર ભાનુભાઇ વણકરના પરિવારજનોને મળીને જે જાહેરાત કરી છે તે દર્શાવે છે કે તેઓ સત્રના પહેલા જ દિવસથી આ મુદ્દે ભાજપ સરકાર સામે આક્રમણ વલણ અપનાવે તેમ છે. એવા નિર્દેશો મળે છે કે તેઓ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલના પ્રવચન વખતે જ હોબાળો મચાવે તો નવાઇ નહીં. પાટણ દલિત અગ્નિકાંડની સાથે અન્ય મુદ્દે પણ વિપક્ષ દ્વારા સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરાય તેમ છે.