પેરિસ ઓલિમ્પિક્સમાંથી વિનેશ ફોગાટના ડિસ્ક્વોલિફિકેશનને લઈને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશને યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબલ્યુએફ) સામે આકરો વિરોધ નોંધાવ્યો છે. પીએમ મોદીએ આઇઓએના વડા પી.ટી.ઉષાને ફોગટનો મુદ્દે શક્ય તેટલા બધા પ્લેટફોર્મ પર ઉઠાવવા જણાવ્યું છે. જ્યારે કેન્દ્રીય રમત પ્રધાન માંડવિયાએ સરકાર વિનેશ ફોગાટના મુદ્દે જરુરી બધી જ સહાય આપશે તેવી ખાતરી આપી છે. તેમા તેના પર્સનલ સ્ટાફનો પણ સમાવેશ થાય છે