સંસદના બંને ગૃહોમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આજે સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા રાજસ્થાનના બીજેપી સાંસદોએ વરિષ્ઠ નેતાઓ સાથે સીએમ અશોક ગેહલોત સરકારનો વિરોધ કર્યો હતો. આ સાથે વિપક્ષી દળોએ પણ સંયુક્ત રીતે સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું હતું. હાલ વિપક્ષના હોબાળા બાદ રાજ્યસભાન અને લોકસભાને 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.