અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ બાદ સર્જાયેલા હોબાળાને કારણે સંસદની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ શરુ થતા સ્થગિત થઇ ગઈ હતી. ગઈકાલે પણ બંને ગૃહોમાં વિપક્ષે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસની માંગ અને વડાપ્રધાનના નિવેદન પર હોબાળો કર્યો હતો. જો કે, એવી અપેક્ષા છે કે વિરોધ પક્ષો મડાગાંઠનો અંત લાવી શકે છે અને આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી શકે છે. હાલ, ભારે હંગામાને કારણે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. લોકસભા બાદ રાજ્યસભામાં પણ વિપક્ષના ભારે હંગામાને લીધે કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.