Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે પણ મણિપુર મુદે વિપક્ષ દ્વારા હોબાળો યથાવત રહેતા લોકસભાની કાર્યવાહી બપોર 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. સંસદના બંને ગૃહોમાં મણિપુર હિંસા પર વિપક્ષ દ્વારા સરકાર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન વિપક્ષી મહા ગઠબંધન INDIA એ આજે એક મહત્વની બેઠક બોલાવી હતી. વિરોધ પક્ષોના સાંસદો કાળા કપડા પહેરીને બેઠકમાં હાજર રહ્યા હતા. વિપક્ષી સાંસદોએ મણિપુર પર ચર્ચાની મંજૂરી ન આપવા અને અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ ન કરવા બદલ કેન્દ્ર સરકારના વિરોધમાં કાળા કપડા પહેર્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ