સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને મણિપુર હિંસા અંગે વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ સંસદમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદી આજે જવાબ આપશે. માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન પીએમ મોદી વિપક્ષ પર પ્રહાર કરી શકે છે. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર PM મોદી સાંજે 4 વાગ્યે ગૃહમાં સંબોધન કરશે. આ સિવાય અસદુદ્દીન ઓવૈસી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ સંબોધન કરશે. આજે પણ વિપક્ષે ફરી એકવાર બંને ગૃહોમા હોબાળો અને સુત્રોચ્ચાર કરતા લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી જ્યારે રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે