પટણામાં આજે વિપક્ષી દળોની એકજૂટતા માટે બેઠક મળી ગઈ. તેમાં મમતા બેનર્જી, કેજરીવાલ, ભગવંત માન અને એમ.કે. સ્ટાલિન સહિત છ રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે, મેહબૂબા મુફ્તિ સહિત પાંચ રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રીઓ સહિત ૧૭ પક્ષોના નેતાઓ ઉપસ્થિત હતા. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા. આ બેઠકમાં ૨૦૨૪ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને ભાજપને પરાજિત કરવા રણનીતિ ઘડવા વિષે મુખ્યત્વે ચર્ચા થઈ હતી. હવે પછીની બેઠક ૧૨ જુલાઈએ શીમલામાં મળશે તેવી પણ જાહેરાત નીતીશ કુમારે કરી દીધી.