કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને પંજાબ સરકાર રાજ્યમા વીકએન્ડ લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ ખેડૂતો સંગઠનો આ વીકએન્ડ લોકડાઉનનો વિરોધ કરી રહ્યાં છે. કેન્દ્રીય કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ૩૨ ખેડૂત સંગઠનોએ પણ વીકએન્ડ લોકડાઉનનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. આ સંગઠનોએ દુકાનદારોને પણ લોકડાઉનના પ્રતિબંધનો અમલ ન કરવા જણાવ્યું છે.
મોગા, પટિયાલા, અમૃતસર, અજનાલા સહિતના વિવિધ શહેરોમાં લોકડાઉનના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યા હતાં. ભારત કિસાન યુનિયન(એકતા ઉગરાહાં) ના જનરલ સેક્રટરી સુખદેવ સિંહ કોકરીકાલને મોગામાં જણાવ્યું હતું કે અમે દુકાનદારોને તેમની દુકાનો ખુલ્લી રાખવાની અપીલ કરીએ છીએ. અમે તેમની સાથે છીએ.