કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાના નિર્ણ બાદ પાકિસ્તાને પોતાના પગે કુહાડી મારી છે. ભારત સાથે વેપાર બંધ કરવાનો નિર્ણય તો લઇ લીધો પણ હવે તે તેના દેશનેજ ભારે પડી રહ્યો છે. ભારતથી આયાત થતા સામાન પર સંપુર્ણ પ્રતિબંધ લગાવ્યા બાદ પાકિસ્તાની બજારોમાં મળતી ચીજોના ભાવ ભડકે બળી રહ્યા છે. હવે હાલત એવી છે કે ઈદની ખરીદી કરવામાં પણ લોકોને હાલાકી થઇ રહી છે.
પાકિસ્તાનમાં સામાન્ય લોકો અને વેપારીઓનું કહેવું છે કે આ વખતે ઈદ મનાવવામાં મુશ્કેલી થઇ રહી છે કારણ કે ભારતથી આવનારી ચીજો પર પ્રતિબંધ લાગતા મોંઘવારી વધી ગઇ છે. અને વધી રહેલી મોંઘવારી ના કારણે દૈનિક જરુરિયાતની ચીજોનું બજેટ બગડી ગયું છે. લગ્નની સીઝન પણ ચાલુ છે અને તેમાં અસર થવાની શક્યતા છે.
પાકિસ્તાનની બજારોમાંથી રોનક ગાયબ છે. શાકભાજીના ભાવ અચાનક વધી ગયા છે. એક કિલો ટમેટાનો ભાવ 300 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ટમેટા સિવાય અન્ય શાકના ભાવ વધવાની શક્યતાથી લોકોમાં ચિંતા છે. પહેલાથીજ મોંઘવારીનો માર ખાઇ રહેલા લોકો માટે આ ડબલ ફટકો છે.
તે સિવાય દૂધના ભાવનો આંકડો પહેલાથી જ 100ની પાર પહોંચી ગયો છે. કરાચી ડેરી ફાર્મર્સ એસોસિએશને અમુક દિવસો પહેલાજ દૂધના ભાવ વધારી દીધા હતા. પાકિસ્તાનના અખબાર 'ધ ડોન'ના એક રિપોર્ટ પ્રમાણે પ્રશાસન દ્વારા નક્કી કરાયેલા ભાવ કરતા ઉંચા ભાવે દૂધ વેચાઇ રહ્યું છે.
સોનાનો ભાવ પણ અહીં રેકર્ડ સ્તર પર પહોંચી ગયો છે. જે સોનું ભારતમાં પ્રતિ 10 ગ્રામ 37 હજાર 900 રૂપિયામાં મળે છે તેનો ભાવ પાકિસ્તાનમાં ડબલથી પણ વધારે થઇ ગયો છે. ગત સપ્તાહમાંજ પાકિસ્તાનમાં સોનાના ભાવમાં 1750 રૂપિયાની તેજી નોંધાઇ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પહેલાથી જ ભડકે બળી રહ્યા છે.