મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે સોમવારે સવારે શિવસેના, NCP અને કોંગ્રેસના નેતાઓએ પત્ર લખીને રાજ્યપાલને બહુમતી સાબિક કરવા માટે તક આપવાની માંગ કરી હતી. પત્રમાં કહેવાયું છે કે, દેવેન્દ્ર ફડણવીસની સરકાર પાસે બહુમતીનો આંકડો નથી. તેઓ વિધાનસભાના ફ્લોર ટેસ્ટમાં ફેઈલ થઈ જશે. તેમના નિષ્ફળ થયા બાદ શિવસેનાને સરકાર બનાવવાનું આમંત્રણ આપવામાં આવે.