બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારનો પ્રારંભ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાજ્યના સાસારામ, ગયા અને ભાગલપુરમાં ચૂંટણી સભાઓને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સાસારામની રેલીમાં વિપક્ષને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, જેમણે બિહારને પથ્થર યુગમાં ધકેલી દીધું અને જેઓ કાશ્મીરમાં નાબૂદ કરાયેલી ધારા ૩૭૦ ફરી અમલી બનાવવાની વાતો કરી રહ્યાં છે તેમને બિહારીની જનતા પાસે મત માગવાનો કોઇ અધિકાર નથી. મને આૃર્ય છે કે જે લોકો આ પ્રકારના નિવેદન આપે છે તેઓ બિહારમાં આવીને જનતા પાસે મતની માગણી કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાંથી ધારા ૩૭૦ હટે તેની દેશ વર્ષોથી રાહ જોઇ રહ્યો હતો અને એનડીએની સરકારે તે નિર્ણય લીધો પરંતુ હવે આ લોકો ઉલટાવી નાખવાની વાતો કરી રહ્યા છે.