લોકસભાની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી હતી, જેને પગલે વિપક્ષના બન્ને ગૃહમાં વિપક્ષના સાંસદોએ સુરક્ષાનો મામલો ઉગ્ર રીતે ઉઠાવ્યો હતો. કોંગ્રેસ, ટીએમસી સહિતના સાંસદો વેલ સુધી ધસી આવ્યા હતા અને ભારે સુત્રોચ્ચાર કર્યો હતો. સાંસદોએ માગણી કરી હતી કે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થઇ છે, જેથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ મુદ્દે સંસદમાં નિવેદન આપે. સંસદમાં આખો દિવસ ઉગ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. પરિણામે અંતે રાજ્યસભા અને લોકસભામાંથી વિપક્ષના કુલ ૧૪ સાંસદોને સત્ર સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેથી હવે આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની શક્યતાઓ છે