દેશભરમાં માઝા મૂકી રહેલા કોરોના વાઇરસના સંક્રમણ મધ્યે કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલી JEE/NEETની પરીક્ષાની કવાયત સામે વિદ્યાર્થીઓ સહિત વિપક્ષોએ બાંય ચડાવી છે. મંગળવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા જારી કરાયેલા નવા પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, જેઇઇ મેઇન, નીટ (યુજી) પરીક્ષાઓ અગાઉ જાહેર કરાયેલી તારીખો પ્રમાણે જ યોજાશે. જેઇઇ મેઇનની પરીક્ષા ૧થી ૬ સપ્ટેમ્બર અને નીટ (યુજી) પરીક્ષા ૧૩મી સપ્ટેમ્બરના રોજ યોજાશે અને તેને મોકૂફ રખાશે નહીં. મેડિકલ અને ઇજનેરીમાં પ્રવેશ માટેની આ પરીક્ષાઓ હાલની સ્થિતિને ધ્યાનમાં લઈ મોકૂફ રાખવાની વિવિધ રાજ્ય સરકારો અને વિદ્યાર્થીઓની માગણીને સરકારે ફગાવી દેતાં બુધવારે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીનાં નેતૃત્વમાં વિપક્ષ દ્વારા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની એક બેઠક યોજાઈ હતી.