કેન્દ્ર સરકાર દ્વારા રવિવારે રાજ્યસભામાં રજૂ કરાયેલા ૩ કૃષિ ખરડા પૈકીના બે ખરડા પરની ચર્ચા બાદ ગૃહમાં વિપક્ષે બંને ખરડા સિલેક્ટ કમિટીને મોકલવા માટેના ઠરાવ પર મત વિભાજનની કરેલી માગ રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે ફગાવી દેતાં ગૃહ સમરાંગણમાં તબદીલ થઇ ગયું હતું. ખરડા પરની ચર્ચા બાદ તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓબ્રાયન, સીપીઆઇના કે કે રાગેશ, ડીએમકેના ત્રીચી શિવા અને કોંગ્રેસના કે સી વેણુગોપાલે બંને ખરડાને પસાર કરવા રાજ્યસભામાં મતદાન થાય તે પહેલાં વિચારણા માટે ગૃહની સિલેક્ટ કમિટીને મોકલી આપવામાં આવે તે પ્રકારના ઠરાવ રજૂ કરી તેના પર મતવિભાજનની માગ કરી હતી પરંતુ ઉપાધ્યક્ષે માગ ફગાવી સૂચવાયેલા સુધારા અને ખરડા પસાર કરાવવાની ધ્વનિમત પ્રક્રિયા હાથ ધરતાં વિપક્ષના સાંસદો વેલમાં ધસી આવ્યા હતા. તેઓ પોડિયમ પર ચડી ગયા હતા અને પ્રિસાઇડિંગ અધિકારી સાથે ધક્કામુક્કી કરી હતી.