દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા કરાયેલી ધરપકડ અને કોંગ્રેસ સામે આઇટીની કાર્યવાહી વચ્ચે વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન દિલ્હીના રામલીલા મેદાનમાં મહારેલી યોજવા જઇ રહ્યું છે. કેજરીવાલના સમર્થનમાં રેલી યોજાઇ રહી હોવાના અહેવાલો વચ્ચે કોંગ્રેસે કહ્યું છે કે આ કોઇ એક વ્યક્તિના સમર્થનમાં યોજાનારી રેલી નથી પણ બંધારણ અને લોકશાહીને બચાવવા માટે છે. રવિવારે યોજાનારી આ રેલીને વિપક્ષે લોકતંત્ર બચાવો રેલી નામ આપ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે આ રેલીમાં માત્ર પંજાબથી જ એક લાખથી વધુ લોકો જોડાશે.