આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂના નેતૃત્વમાં 21 વિપક્ષી દળોએ બુધવારે 50 ટકા EVM-VVPTની મેળવણી અંગે સુપ્રીમ કોર્ટમાં બુધવારે સમીક્ષા અરજી દાખલ કરી છે. જણાવી દઈએ કે, 14 એપ્રિલના રોજ એક બેઠકમાં વિપક્ષી દળોએ આ મામલાને ફરીથી સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચે EVM અને VVPTની મેળવણીની ટકાવારી વધારવા માટે કહ્યું હતું. કોર્ટે ચૂંટણી પંચને આદેશ કર્યો હતો કે લોકસભા બેઠક અંતર્ગત આવનારી તમામ વિધાનસભાઓના પાંચ બૂથો પર EVM અને VVPTની મેળવણી કરવામાં આવે. નોંધનીય છે કે, અગાઉ દરેક વિધાનસભાના એક પોલિંગ બૂથ પર જ ચિઠ્ઠીઓની મેળવણી કરવામાં આવતી હતી.