વિપક્ષના અનેક સાંસદોએ રવિવારે જણાવ્યું કે, ગલવાન ખીણમાં ચીનની સાથે થયેલી હિંસક અથડામણ મુદ્દે વિદેશ બાબતોની સંસદીય સમિતિની બેઠક વહેલી તકે બોલાવવી જોઈએ અને તેમાં વિદેશ સચિવ, રક્ષા સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સમિતિને સમગ્ર ઘટનાથી અવગત કરાવે.
આ બેઠકની માગણી કરનારા સાંસદ સંબંધિત સમિતિના સભ્ય છે. જો કે સમિતિમાં સામેલ સત્તારૂઢ પાર્ટીના સભ્યોએ આ માગણીને રાજકારણથી પ્રેરિત ગણાવી છે અને જણાવ્યું છે કે, જ્યારે દેશ કોરોના સંકટથી ઝઝૂમી રહ્યો છે તો આવા સમયમાં બેઠક બોલાવવી શકય નથી.