કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ બિલનો વિરોધ વધુ ઉગ્ર બનતો જાય છે. ખેડૂતોએ હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ બાદ હવે દક્ષિણ ભારતમાં પણ ઉગ્ર દેખાવો શરૂ કરી દીધા છે. પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં ખેડૂત સંગઠનો અને રાજકીય પક્ષોએ બિલના વિરોધમાં પ્રદર્શનો કરવાની જાહેરાત કરી છે.
જ્યારે કોંગ્રેસે અને 10 મોટા ટ્રેડ યુનિયનોએ દેશભરમાં આ બિલના વિરોધમાં ઉગ્ર આંદોલનની જાહેરાત કરી દીધી છે. જેને પગલે આગામી દિવસોમાં સરકારને ખેડૂતો જ નહીં વિપક્ષ પણ ભીસમાં લેવાની તૈયારીમાં છે.