વારાણસી ખાતે દેવ દિવાળીની ઉજવણી કરવા તથા વારાણસી-પ્રયાગરાજ ૬ લેન હાઈવેના લોકાર્પણ માટે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન દરમિયાન જણાવ્યું કે, કૃષિ કાયદા અંગે વિપક્ષો દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ ભ્રમણાને પગલે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. વડા પ્રધાને જણાવ્યું કે, દેશમાં છેલ્લા કેટલાક સમયથી અલગ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એક સમય હતો કે સરકારનો કોઈ નિર્ણય પસંદ ન પડે તો જનતા વિરોધ કરતી હતી. હવે વિરોધ કરવા માટે નિર્ણય નહીં પણ ભ્રમનો ઉપયોગ કરવામાં આવે છે. સરકારના નિર્ણયનો દુષ્પ્રચાર કરવામાં આવે છે અને આ નિર્ણયનાં કારણે ભાવિ નુકસાન થશે તેવું કહીને લોકો અને ખેડૂતોને ઉશ્કેરવામાં આવે છે. જે લોકો દાયકાઓથી ખેડૂતોને લૂંટતા આવ્યા છે, તેમની સાથે છેતરપિંડી કરતા આવ્યા છે તે હવે કાલ્પનિક ભય બતાવીને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. વડા પ્રધાને વધુમાં જણાવ્યું કે, મંડીઓ બંધ કરવા અને થવા અંગે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. સરકારે જો મંડીઓ બંધ કરવી હોત તો તેનો વિકાસ શા માટે કરતી. મોદીએ જણાવ્યું કે, વિસ્તારવાદી તાકાતો હોય કે પછી દેશની બહારથી કે અંદરથી તોડનારી તાકાતો હોય આજે ભારત તમામનો મક્કમ જવાબ આપી રહ્યો છે. દેશને નુકસાન કરનારા દરેકને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.