કૃષિ મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અનેકવિધ નિર્ણયો કર્યા છે, ત્યારે કેટલાક ખેડૂત હિત વિરોધી તત્વો ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે તે અત્યંત નિંદનીય છે. જે ખેડૂતો કૃષિ રાહત પેકેજનો લાભ લે છે તેવા ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી થશે નહી અથવા તો જે ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી થશે તેવા ખેડૂતોને કૃષિ રાહત પેકેજનો લાભ મળશે નહી એ વાત તદન ખોટી અને પાયાવિહોણી છે.
મંત્રીએ ઉમેર્યુ કે, ખેડૂતોના હિતમાં કેન્દ્ર અને રાજય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. અને ખરીફ-૨૦૨૦ની સીઝનમાં કેન્દ્ર સરકારની નાફેડ એજન્સી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે તા. ૦૧-૧૦-૨૦૨૦થી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે. જેમાં આજદિન સુધીમાં ૩,૭૧,૩૯૫ ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવેલ છે. અને જે ગત વર્ષની સરખામણીમાં ૭૯ ટકા નોંધણી થયેલ છે.
મંત્રીએ ઉમેર્યુ કે ચાલુ સાલે ખરીફ-૨૦૨૦ માં ઓગષ્ટમાં ભારે વરસાદને કારણે થયેલ પાકોમાં નુકશાન માટે સહાય આપવા માટે રૂા. ૩૭૦૦ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરેલ છે. જેમાં એસ.ડી.આર.એફ. હેઠળ પાક નુકશાનીમાં જે ખેડુતોને ૩૩% અને તેથી વધારે નુકશાન થયેલ છે તે ખેડુતોને હેટકર દિઠ રૂા.૧૦,૦૦૦ બે હેકટરની મર્યાદામાં સહાય ચુકવવામાં આવનાર છે.