વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા કરતી વખતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વગર આડેહાથ લીધા હતા. સાથે જ વિપક્ષને અનેક મુદ્દે ઘેર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ખુશીની વાત છે કે જી-૨૦ની અધ્યક્ષતાની તક ભારતને મળી છે. દેશના ૧૪૦ કરોડ લોકો માટે આ ગૌરવની વાત છે. જોકે મને લાગી રહ્યું છે કે તેનાથી કેટલાક લોકોને દુ:ખ પહોંચ્યું છે. આવા લોકોએ આત્મનિરિક્ષણ કરવાની જરૂર છે કે તેઓ કોણ છે?