પેગાસસ જાસૂસી વિવાદ અને કૃષિ કાયદાઓ મુદ્દે સંસદના ચોમાસુ સત્રની મોટાભાગની કાર્યવાહી ખોરવાઈ ગઈ છે. અનેક પ્રયાસો છતાં સરકાર અને વિપક્ષ વચ્ચેની મડાગાંઠ દૂર થઈ નથી રહી. એવા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભાજપની સંસદીય પક્ષની બેઠકમાં વિપક્ષની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું સંસદ ચાલવા ન દેવી, ગૃહમાં કેબિનેટ મંત્રી પાસેથી કાગળો લઈને ફાડીને ઊછાળવા અને તૃણમૂલના રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ'બ્રાયનનું 'પાપડી-ચાટ'વાળું નિવેદન જેવા વિપક્ષના કૃત્યો સંસદ, બંધારણ, લોકતંત્ર અને દેશની જનતાનું અપમાન છે. વડાપ્રધાન મોદીએ ૨૭મી જુલાઈની બેઠકમાં પણ કોંગ્રેસન પર હુમલો કર્યો હતો.