-
21 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુભાષચંદ્ર બોઝની ટોપી પહેરીને દુશ્મન દેશોને ચેતવણી આપતાં કહ્યું કે જો ભારતની સામે જોયું તો ભારત બમણી તાકાતથી જવાબ આપશે. તેમની ચીમકી બાદ પાકિસ્તાનના સૈનિકો ભારતની અંદર ઘૂસી આવ્યાં અને ભારતના 3 સૈનિકોની હત્યા કરી. બની શકે કે તે યોગાનુયોગ હોઇ શકે. પણ ભારતની પ્રિમિયમ તપાસ એજન્સી સીબીઆઇમાં એકબીજાની સાથે દેશ આખાની આબરૂને ધૂળધાણી કરવાનું જે ચાલી રહ્યું છે એ તો યોગાનુયોગ નથી જ નથી. સીબીઆઇના નં. 1 આલોક વર્મા અને નં. 2 રાકેશ અસ્થાના જાહેરમાં એકબીજાના લૂગડાં ઉતારી રહ્યાં છે. તેમની સાથે મોદી સરકારના પણ લૂગડાં ઉતરી રહ્યાં છે. સીબીઆઇ વડાપ્રધાનના સીધા નિયંત્રણમાં અને જે એજન્સી પાવરફુલ પીએમના સીધા નિયંત્રણમાં હોય તેમાં, પરિન્દા ભી પંખ નહીં માર શક્તા...ને બદલે સીબીઆઇએ સીબીઆઇની ઓફિસમાં જ દરોડા પાડ્યા અને તે પણ માત્ર 2-5 કરોડના લાંચના કેસમાં...! અને પાવરફુલ પીએમ શું કરી રહ્યાં છે...? દોનો અફસરો કો તલબ કિયા હૈ પ્રધાનમંત્રીને....એવા સમાચાર વહેતા થયાં. બસ...?
મોદીજી, તમારા હાથ નીચેની સરકારી સંસ્થાના બે અધિકારીઓ તમારા નિયંત્રણમાં ના રહેતા હોય અને એકબીજા સામે કોઇ કસાઇ પાસેથી 2 કરોડની લાંચ લીધાનો આરોપ કરે, એકની સામે કાયદેસરની પોલીસ ફરિયાદ ફાટે છતાં તેની ધરપકડ ના થાય અને તેની ટીમના કોઇ ડેપ્યુટી એસપીની ધરપકડ થાય અને તેઓ પોતાની ધરપકડને કોર્ટમાં ચેલેન્જ કરે, તેની પાસેથી આઠ-આઠ મોબાઇલ ફોન મળી આવે અને રાકેશ એમ કહે કે મેં નહીં વર્માએ 2 કરોડ લીધા તો વર્મા કહે કે નહીં રાકેશે લીધા 2 કરોડ નોંધો ફરિયાદ...! કેટલી સહજતાથી અને સરળતાથી લાંચ લીધાની વાતો દેશની સૌથી મોટી તપાસ એજન્સીમાં થઇ રહી છે અને મોદીજી તમે..? ખાતો નથી અને ખાવા દેતો નથી. તો આ શું છે ? 2 કરોડની લાંચ એ ખાવાની નહીં તો શું જોવાની વાત ચાલી રહી છે..? તમે ચુપ. તમામ મંત્રીઓ ચુપ. તમામ સરકાર ચુપ. ટીવી ડિબેટમાં બહુ બોલતા પ્રવક્તા પેલા સંબિત પાત્રા તો એવા ડઘાઇ ગયા હશે કે ક્યાંક છુપાઇને ઓએનજીસીના તેલમાં બનેલા ખમણ પાત્રાનો સ્વાદ માણી રહ્યાં હશે. કેમ કે તેમને તો જ્યાં સુધી મુદ્દા ના મળે ત્યાં સુધી તેઓ મુદ્દાથી ભટકતા રહે છે. લખેલી ચીઠ્ઠી મળે એટલે એય બાંયો ચઢાવીને... આ જાઓ મેદાનમાં. ભાઇ પાત્રા, સીબીઆઇના મામલે કેમ મૌન...? જો કે બિચારા પાત્રા તો ચિઠ્ઠીના ચાકર છે. આખી સરકાર ફ્રાન્સીયા રાફેલના હુમલામાંથી હજુ તો બહાર આવે તે પહેલા સીબીઆઇના અધિકારીઓએ 2 કરોડની લાંચના મામલે એવું કર્યું કે સમગ્ર દેશ પેલા બે અધિકારીઓ સામે નહીં પણ જેમને પાવરફુલ માનીને સરકાર ચલાવવા મોકલ્યા તેમની તરફ જોઇ રહ્યાં છે કે તેઓ હમણાં રાજનાથસિંહને મોકલશે, હમણાં બ્લોગધારી નાણાંમંત્રી અરૂણ જેટલી આવશે, હમણાં સંરક્ષણ મંત્રી નિર્મલા આવશે અને વડાપ્રધાનના પ્રેરક માર્ગદર્શન હેઠળ અસ્થાના-વર્મા બેમાંથી કોઇ એકને દૂર કર્યાની કે તપાસની જાહેરાત કરશે..! પરંતુ અહીં તો કોઇ રાજ નથી કોઇ નાથ નથી. કોઇ જેટલી નથી. છે તો માત્ર બે અધિકારીઓ કે જેઓ નારાજ છે અને નાથ...? નાથ તો 31મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તૈયારીમાં છે. પણ લાગે છે કે યુનિટીની સૌથી વધુ જરૂર સીબીઆઇમાં છે. કેમ કે ડિરેક્ટરોમાં જ યુનિટી નથી..! સરદાર પટેલને કેટલું ખોટુ લાગ્યું હશે કે વાતો મારા નામની કરે છે અને આવા અધિકારીઓ સામે મૌન રહે છે. આમાં તો સરદારનું નામ ખરડાય છે. હશે. સીબીઆઇના લોગોમાં એક શબ્દ ઇન્ટેગ્રીટી લખેલો છે. સીબીઆઇમાં લાંચના ધમાસાણ પછી એમ કહેવાય કે ઇન્ટેગ્રીટી છે..?
પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓ દિલ્હીમાં મીટીંગ કરી ગયા તેની માહિતી મળે પણ પોતાના હાથ નીચેની સરકારી સંસ્થામાં પોતાના માનીતા અધિકારીઓની લાંચની લડાઇની માહિતી ના મળે તો તેને શું કહીશું..? શ્રી પીએમજી, તમે સાવ આવા માટીપગા છો? શું તમે પાવરફુલ પીએમ નથી..? તમારા હાથ નીચેના બે આઇપીએસ અધિકારીઓ યુપીએના શાસનમાં થયેલા એક કેસમાં કસાઇ પાસેથી 2 કરોડ કે પાંચ કરોડની લાંચ લે અને છતાં તમે અત્યાર સુધી મૌન રહો તો કોણે શું સમજવું..? કાઢો બન્નેને સીબીઆઇમાંથી. કેમ એવું થતું નથી..? શું લાંચની રકમ સરકારને ઓછી લાગે છે...? શું સરકારને મન આ બધુ જાણે કે રમત લાગી રહી છે..? જેમની સામે લાંચના આરોપો લાગ્યા એ અધિકારીઓએ જે જે કેસોની અગાઉ તપાસ કરી હશે તેમાં સાચી લાંચ નહીં લીધી હોય તેની શું ખાતરી..? પાવરફુલ પીએમ કરતાં તો આ બે અધિકારીઓ વધારે પાવરફુલ નિવડ્યા કે તેમણે પીએમઓની પણ ઐસીતૈસી કરીને સીબીઆઇની ઓફિસમાં જ દરોડા પાડીને સરકારની આબરૂના વટાણાં વેરી નાંખ્યા. જાઓ વીણી લો....!