Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કાશ્મીરમાં પાકિસ્તાની આતંકીઓ હુમલા કરીને સુરક્ષા જવાનોને નિશાન બનાવી રહ્યાં છે. હુમલામાં આતંકીવાદીઓ કરતાં જવાનો વધારે માર્યા જાય છે. બીજી બાજુ નક્ષલવાદગ્રસ્ત વિસ્તારોમાં નક્ષલવાદીઓ પણ સમયાંતરે સુરક્ષા જવાનોને મોતને ઘાટ ઉતારી રહ્યાં છે. છેલ્લાં એક વર્ષમાં નક્ષલવાદગ્રસ્ત છત્તીસગઢના સુકમા જિલ્લામાં 45 કરતાં વધુ જવાનો માર્યા ગયા છે. આજે 13 માર્ચે બનેલી તાજી ઘટનામાં નક્ષલવાદીઓએ આર્મીના જવાનો, દુશ્મનો માટે ઉપયોગમાં લે તેવી આધુનિક વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ દ્વારા સુરંગ બિછાવીને 9 જવાનોને હણી નાંખ્યા. જંગલોમાં રહેતાં નક્ષલવાદીઓને આવી ઘાતક અને આધુનિક વિસ્ફોટક સાધન-સામગ્રી કોણ અને કેવી રીતે પહોંચાડે છે અથવા તેઓ કઇ રીતે મેળવે છે તેની કોઇ તપાસ ના થાય? ધારો કે તપાસ થઇ તો તેનો અહેવાલ જાહેર ના થાય, એમ કહીને કે તેમાં દેશની સુરક્ષાનો પ્રશ્ન જોડાયેલો છે...!! પણ શું ખરેખર તેમાં એવી કોઇ બાબત હોય છે ખરી? સરકારને કોણ પૂછવા જાય....

    નોટબંધીના કારણો પૈકી એક મજબૂત કારણ મોદી સરકારે આપ્યું હતું કે નોટબંધી પછી નક્ષલવાદ,આતંકવાદ અને કાળાના ખેલ બંધ થઇ જશે. નોટબંધી પછી આતંકી હુમલાઓ થયા, નક્ષલવાદી હુમલાઓ અને છમકલાં થઇ રહ્યાં છે. તો તેમને નોટો ક્યાંથી મળે છે, તેમને જંગલોમાં દિવસો-મહિનાઓ અને વર્ષો સુધી રાશન-પાણી કોણ આપે છે તેની કોઇ તપાસનો રિપોર્ટ ભલે જાહેર ના કરો પણ તે આવું રાષ્ટ્ર વિરોધી કામ કરી રહ્યું છે કે કરી રહ્યાં છે તેમની સામે પગલા લેવાયા? લેવાયા હોય તો કેવા ને ક્યારે તેની જાણકારી પ્રજાને ના મળે..? છત્તીસગઢના ગાઢ જંગલોમાં 500-1000ની નોટોની જેમ 500-1000ની સંખ્યામાં આ નક્ષલવાદીઓ રહે છે. જેમાં યુવતીઓ પણ છે. માઓવાદના પાઠ સુકમા અને છત્તીસગઢમાં કોણ તેમને ભણાવે છે તેની જાણ સરકારને નહીં હોય? કોણ છે તેમના અફજલ ગુરૂ..? આ બધી જ માહિતી આઇબી પાસે હોય જ. પણ કોણ એ ઇચ્છે છે કે આવી રાષ્ટ્રવિરોધી ગન પ્રવૃતિઓ ચાલતી રહેવી જોઇએ? સુકમા અને અન્ય રાજ્યોની સરહદે વર્ષોથી નક્ષલવાદી ભાંગફોડી ગેરકાયદે પ્રવૃતિઓ કેમ નિયંત્રણમાં આવતી નથી? આર્મીની ટર્મિનોલોજીમાં કહીએ તો તેમની સપ્લાય લાઇન કેમ બંધ કરાતી નથી? પૈસા, હથિયાર, કારતુસોનો જથ્થો, સુરંગ માટેના સાધનો અને તેની તાલીમ આ તમામ સપ્લાય લાઇન પાછળ કોઇ એવા છે કે જે સરકારની સાથે જોડાયેલ છે? આ સવાલોના જવાબો હશે અને છે પણ કોણ આપશે? જો આપણે નક્ષલવાદનો ખાત્મો ના બોલાવી શક્તા હોય તો કાશ્મીરમાં આતંકવાદ ક્યારે અટકશે? 2019ના પરિણામના આધારે?

    કેટલી સસ્તી કરી નાંખી છે ભારતે પોતાના મહામૂલા જવાનોની જીંદગી? સામાવાળા પર એક પણ ગોળી ચલાવવાની તક મળે તે પહેલાં તેમને ઘાત લગાવીને મારી નાંખવા અને તેમના યુનિફોર્મ પાછા કોઇ હોસ્પિટલના કચરાના ઢગલામાંથી મળે. શહીદીનું રાબેતા મુજબનું સરકારી વળતર આપી દેવું અને હુમલાથી જો વધારે હોબાળો મચી ગયો હોય, સરકારના માથે માછલાં નહીં પણ શાર્ક ધોવાતી હોય ત્યારે વળી શહીદી વળતરની રકમમાં વધારો કરવો....પછી તે જવાન કાશ્મીરમાં શહીદ થાય કે સુકમામાં.

    હે ભારતના જવાનો માફ કરશો અમને. કેમ કે અમે તમારી સાથે આવું કોણે અને કેમ કર્યું અને કોણ છે તમારા પરિવારને નિરાધાર બનાવનાર એ છુપા સમાજ અને દેશ દુશ્મન તેના વિષેની કોઇ માહિતી અમે તમારા પરિવારને કે લોકોને આપી શકીએ તેમ નથી. કેમ કે તેમાં રાષ્ટ્રહિતસંકળાયેલું છે. સોરી...ફોર ધેટ. અમારે તો બસ અશ્રુભીની આંખે તમારી શહીદી જ જોવાની છે.....શહીદી જ જોવાની છે...

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ