-
- ધીમંત પુરોહિત
ગુણવંત શાહના સમ, આ લેખ હું કોઈ કાળે નહોતો લખવાનો. ગયા રવિવારે ભાસ્કરમાં એમના પ્રચાર લેખના વિવેચન બાદ મે નક્કી કરી જ નાખ્યું હતું, કે આ ગુશા પરનો આ મારો છેલ્લો લેખ હશે. એના ત્રણ કારણો હતા - ૧ : મને અહેસાસ થવા માંડ્યો હતો કે, આ માણસ નઘરોળ છે અને એમનું આ નઘરોળપણું ફેક્ટરી ડીફેકટ છે, એમાં હવે રીપેરીંગ શક્ય નથી. ૨ : મારા શુભેચ્છકોની સલાહ હતી કે, આમના જેવા પાછળ સમય બરબાદ કરવાને બદલે સારા વિષયોના લેખન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને ૩ : ૮૨ વર્ષના વડીલને આ રીતે જાહેરમાં ધોવામાં મને મારા સંસ્કાર રોકતા હતા.
જો કે આજે ગુશાએ ફરી એકવાર રવિવાર ભાસ્કરના પાનેથી વિચાર વાછૂટ કરી, એમના શરીર પરનું આખરી વસ્ત્ર પણ ઉતારી નાખ્યું અને મને મારા સંકલ્પમાંથી વિચલિત કરી નાખ્યો. એમણે લખ્યું – “તમારી નિંદા કરવામાં જ મજા લૂંટનારો માણસ તમારો ફૂલટાઈમ સર્વન્ટ છે” , એક રીતે, મે એમના લેખન પર લખેલા ત્રણ વિવેચન લેખોની આ રસીદ છે. આભાર વડીલ. આ રસીદના બે અર્થ છે – ૧ : છાણ હવે ઉર્ધ્વ ગતિ કરીને મગજ સુધી પહોંચી ગયું છે અને ૨ : ગુશાના શરીરના એક ચોક્કસ ભાગમાં મરચાં લાગી ગયા છે. જો કે આપણે એને પોઝીટીવલી જ લેવાનું કે, હજી છેવાડાના પ્રદેશોમાં થોડી સંવેદના બચી છે, ભલે પૃષ્ઠ ભાગે. ગુશાની આ પ્રતિક્રિયા પછી જો હું જવાબ નાં આપું, તો મારા ‘ક્લીન મીડિયા કેમ્પેન’નાં દેશ વિદેશમાં ફેલાયેલા લાખો સમર્થકોમાં ખોટો મેસેજ જાય, કે ધીમંત પુરોહિત આવા ફેક ફુંફાડાથી ડરી ગયા? હરગિજ નહિ. આવું બને જ કેવી રીતે? એટલે નાછૂટકે આ ચોથો અને છેલ્લો લેખ, જો ગુશા વધુ કઈ બ્લંડર નાં કરે તો.
“તમારી નિંદા કરવામાં જ મજા લૂંટનારો માણસ તમારો ફૂલટાઈમ સર્વન્ટ છે” એનો મુદ્દાવાર જવાબ -
તમે જાહેર માધ્યમમાં લખો, એની પર કોઈ વિવેચનાત્મક પ્રતિક્રિયા આપે, એને નિંદા કઈ રીતે કહેવાય? સાહિત્યમાં તો વિવેચન પ્રસ્થાપિત પરંપરા છે. નર્મદ, રામનારાયણ પાઠક, ઉમાશંકર જોશી, સુરેશ જોશી, રઘુવીર ચૌધરી વગેરે ગુજરાતી સાહિત્ય વિવેચનના પ્રતિષ્ઠીત નામો છે. જેમનો ગુજરાતી સાહિત્યના ગુણવત્તાસભર ઘડતરમાં મોટો ફાળો છે. આ વિવેચકો કોઈ સાહિત્યકારની કૃતિનું વિવેચન કરે એટલે આ વિવેચકો એ સાહિત્યકારના તમે કહો છો એમ ફુલટાઈમ સર્વન્ટ થઇ ગયા? વળી, ગુજરાતી ભાષા શુદ્ધિનો ઝંડો લઈને ફરનારા કટાર લેખકને એમના લેખના મથાળામાં ‘ફુલટાઈમ સર્વન્ટ’ જેવા અંગ્રેજી શબ્દો વાપરવા શોભે છે? ચાલો, ‘ફુલટાઈમ’નુ ગુજરાતી ‘પૂર્ણકાલીન’ ભદ્રમભદ્ર લાગે તો અંગ્રેજી ચલાવી લઈએ, પણ ‘સર્વન્ટ’નું ‘નોકર’ તો ચોક્કસ કરી જ શકાય. અને પછી, કોલમો અને ભાષણોમાં ગુજરાતી ભાષા શુદ્ધિનો દંભ કરીએ તો ગુજરાતી પ્રજા પર એની અસર ક્યાંથી પડે? આ તો જરા આડવાત.
આ જ વિવેચનાત્મક કામ મે પત્રકારત્વના સમૂહ માધ્યમનાં લેખો માટે શરુ કર્યું છે, એને સમાચારો સુધી પણ વિસ્તારી શકાય. માધ્યમોમાં ગુજરાતી ભાષા શુદ્ધિ માટે આવો જ કાબિલેદાદ પ્રયાસ વજેસિંહ પારઘી બીબીસી – ગુજરાતીને કેસ સ્ટડી તરીકે લઈને કરે જ છે, જેનું પરિણામ આવવામાં છે.
હું ભાસ્કર પાંચ રૂપિયા રોકડા આપીને ખરીદું છું. ત્યારે એક ગ્રાહક તરીકે પણ મને હક છે, કે હું નુકસાની માલ અંગે ફરિયાદ કરું. ‘તમારી મરજીનું અખબાર’ પણ તમે મરજી પ્રગટ કરો તો તમને આઠ કોલમ ભરીને ગાળો દે?
રહી વાત ઈર્ષ્યાની, તો પ.પૂ.ધ.ધુ.નાં પોતાના એકરાર મુજબ ૮૨ વર્ષની ઉંમરે પથારીમાં પડ્યા પડ્યા જેને ગાંડા ઘેલા વિચારો આવતા હોય, એવા શારીરિક – માનસિક બીમાર વૃદ્ધની ઈર્ષ્યા આવે તો કોને આવે?
અને મઝા તો આવે જ ક્યાંથી? કોઈનો કરેલો ગંદવાડ તમારે સાફ કરવાનો આવે, એ કઈ મઝાનું કામ થોડું છે? માધ્યમોમાં સફાઈ અભિયાનના ભાગરૂપે આ અણગમતું કામ કરવું પડે છે, ફરજના ભાગરૂપે. પરિણામ આવતા વાર લાગે પણ પરિણામ આવે જરૂર, જુઓ મુંબઈ સમાચારમાં સૌરભ શાહ વગર પણ ગુડ મોર્નીગ થઇ કે નહિ?
અરે હા, ગાંડા ઘેલા વિચારોથી યાદ આવ્યું, આ ગાલિપ્રદાન લેખમાં પણ ગુશાની સેક્સ ઓબ્સેશનની વિક્રુતિ પ્રગટ થયા વગર રહેતી નથી. પ.પૂ.ધ.ધુ. એમના મુગ્ધ વાચકોને ઉપદેશ આપે છે, કે “યહૂદી પ્રજામાં ધર્મગુરુને ‘રબ્બાઈ’ કહે છે. લગભગ બધા જ રબ્બાઈ પરણેલા હોય છે. યહુદીઓ પાસેથી આ પ્રથા લેવા જેવી છે. સાધુ તો પરણેલા જ સારા.”
યહૂદી ધર્મગુરુ રબ્બાઈ પરણેલા હોય એમાં આપણને શું વાંધો હોય? પણ એટલે દૂર સુધી જવાની જરૂર શું છે? આપણે ત્યાં ગુરુ નાનક દેવજી અને એમનાં પંથના શીખ ધર્મગુરુઓ પણ પરિણીત જ હતા. કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિ મહારાજ પરિણીત છે અને વૈષ્ણવ મહારાજો પણ પરિણીત હોય છે. ડોંગરે મહારાજ પરિણીત હતા અને મોરારી બાપુ પણ પરિણીત છે. એ સૌએ શ્રેષ્ઠ ધાર્મિક કાર્યો કર્યા અને કરે છે. એ ચર્ચાનો વિષય છે જ નહિ. પણ ગુશા તમને એ નહિ કહે, કે આપણા આદિ શંકરાચાર્ય, સ્વામી દયાનંદ સરસ્વતી અને પ્રમુખ સ્વામી અપરણિત હતા. એમણે પણ શ્રેષ્ઠ ધર્મ કાર્યો કર્યા. આપણી ચર્ચાનો વિષય એ પણ નથી.
આપણી ચર્ચા અને ચિંતાનો વિષય તો આસારામ છે, જે પરણિત છે અને લગ્નબાહ્ય સંબંધોમાં બળાત્કારનાં ગુન્હામાં જોધપુરની જેલમાં જનમટીપની સજા કાપે છે. અથાગ પ્રયત્નો છતાં, જેને ભારતની કોઈ અદાલત જામીન કે પેરોલ આપતી નથી, અને ગુણવંત શાહ પોતાની કોલમોમાં વારંવાર યહૂદી રબ્બાઈનાં પરણિત જીવનનાં ,ચિત્રલેખા ફિલ્મના આશ્રમમાં પ્રેમ સંબંધોના સમર્થન કરતા અને ગાંધીના બ્રહ્મચર્યના પ્રયોગોનો વિરોધ કરતા ઉદાહરણો આપીને આસારામનો સીધો અને આડકતરો સપોર્ટ કરે છે. આપણને ગુણવંત શાહ સામે અંગત કોઈ જ વાંધો નથી, વાંધો એમની આ નાગાઈ સામે છે. આ જો એમનો અભિવ્યક્તિનો અધિકાર છે, તો એની સામે અવાજ ઉઠાવવાનો મને અને દરેક ગુજરાતીને એટલો જ અભિવ્યક્તિનો અધિકાર છે.
લંગોટનો વળ વચ્ચે
‘કૌન કહેતા હૈ, આસમાન મેં છેદ નહિ હોતા,
એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારોં!’
- દુષ્યંત કુમાર