Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • આ દેશની એક મહિલા આશાદેવી એક એવી અભાગી માતા છે કે તેની યુવાન દિકરી પર દિલ્હીમાં 6 નરાધમોએ ચાલતી બસમાં જઘન્ય,ઘોર અને શૈતાન પણ ગભરાઇ જાય એવી ઘાતકી રીતે દુષ્કર્મ આચર્યું કે જેના પડઘા આખા દેશમાં પડ્યા હતા. હતું. આ ઘટનામાં ભોગ બનેલી મેડિકલની છાત્રાને નિર્ભયા એવું પ્રતિકાત્મક નામ અપાયું હતું. તે વખતની મનમોહનસિંગ સરકારે નિર્ભયાને બચાવવા વિદેશની હોસ્પિટલ પણ મોકલી પરંતુ તે ન બચી અને આ ઘટનાએ દેશ આખામાં ભારે વિરોધ જગાવ્યો હતો. આરોપીઓને સજા થઇ છે. નિર્ભયાનું પરિવાર એ માનસિક આઘાતમાંથી બહાર આવીને મહિલાઓને જાગૃત કરવાના પ્રયાસો કરે છે. જેના ભાગરૂપે નિર્ભયાની માતા આશાદેવીને 9 માર્ચ 2018ના રોજ બેંગલુરૂમાં મહિલા સન્માનના કાર્યકર્મમાં ખાસ બોલાવવામાં આવ્યાં. કર્ણાટકના પૂર્વ પોલીસ વડા એચ.ટી. સાંગલિયાનાના હસ્તે ઇનામો અપાયા.(તસ્વીરમાં ડાબેથી સૌથી પહેલા લાલ રંગની ટપકાવાળી ટાઇમાં સાંગલિયાના છે)

    પોતાના સંબોધનમાં આ પૂર્વ પોલીસ વડાએ નિર્ભયાની માતાને જે કહ્યું તે તેમની હલકી માનસિક્તા, લંપટપણુ,હલકાઇ અને હવસખોરી દર્શાવે છે. તેમણે આશાદેવીને સામે જોઇને કહ્યું કે તમારૂ શરીર સૌષ્ઠવ(ફીઝીક) જોઇને હું કલ્પના કરી શકું છું કે નિર્ભયા કેટલી સુંદર હશે..!! બોલો, ધિક્કાર છે ને આવી વ્યક્તિ માટે. એક રેપપિડિત માતાની આવી ટીપ્પણી કરતાં જરાપણ શરમ ના આવી તેમને...? ચાર દિકરીના પિતા એવા આ માણસે એવી એક છોકરીની કલ્પના કરી કે જેના પર એવું દુષ્કર્મ થયું કે જેનું વર્ણન કરવું પણ તેના પર જાણે કે ફરી ફરીથી તેનું અવમાન કર્યું કહેવાય. પેલા બળાત્કારીઓએ તેના પર શારિરીક અત્યાચાર ગુજાર્યો જ્યારે સાંગલિયાનાએ પોતાની હલકી માનસિક્તા ખુલ્લી પાડીને તેની પવિત્રતાને અભડાવવાનું બેહુદુ કામ કર્યું કહેવાય. આ માણસ કર્ણાટકના પોલીસ વડા રહી ચૂક્યા છે. તેમની આવી માનસિક્તા જોઇને એમ કહી શકાય કે તેમના કાર્યકાળ દરમ્યાન કર્ણાટકમાં મહિલાઓ કેટલી સલામત રહી હશે. મહિલા સન્માનના કાર્યક્રમમાં મહિલાઓના ગૌરવ અને ગરિમાની વાત કરવાને બદલે નિર્ભયાની માતા પર નજર બગાડનાર માટે તમામ હલકાં વિશેષણો પણ ઓછા પડે તેમ છે. જાહેર મંચ પર એક જવાબદાર પૂર્વ અધિકારીને આવું કહેતા પહેલા એવું જરાય નહીં લાગ્યું હોય કે તેઓ જે બોલવા જઇ રહ્યાં છે તેના શું પ્રત્યાઘાત પડશે? આ તો આશાદેવીને તેમની સહનશીલતા માટે સલામ છે, નહીંતર કોઇ અન્ય મહિલા હોત તો આવું બોલનારને મંચ પર જ કસીને બે લાફા મારી દીધા હોત.

    પોલીસ વિભાગમાં નોકરી કરીને નિવૃત થયેલા આ અધિકારીએ આટલેથી નહીં અટકતા મહિલાઓ માટે એમ પણ કહ્યું કે જો કોઇ તમારા પર રેપ કરવાનો પ્રયાસ કરે અને તમે તેમને મારી હટાવી શકે તેમ ના હોવ તો તેને શરણે થઇ જાવ. કેમ કે એમ કરવાથી તમારો જીવ તો બચી જશે....!!! તેમની આવી વિચિત્ર ટીપ્પણી અંગે આશાદેવીએ કાર્યક્રમ બાદ તેમને એક પત્ર પાઠવીને તેમને પ્રશ્ન પૂછ્યો છે કે તમે જે સલાહ મહિલાઓને આપી તેવી સલાહ સરહદે દેશની રક્ષા કરતાં જવાનોને આપશો કે દુશ્મન તમારા પર હુમલો કરે તો હથિયારો હેઠા મૂકી દેજો જેથી કમસે કમ જવાનનો જીવ તો બચી જશે?!

    મહિલા સન્માન માટે કાર્યરત કર્ણાટક કે ભારત સરકારના મહિલા આયોગ દ્વારા પૂર્વ ડીજીપીનો આ અંગે કોઇ ખુલાસો માંગવામાં આવ્યો નથી. માત્ર નિર્ભયાની માતા અંગેની બેહુદી કોમેન્ટ માટે જ નહીં પરંતુ કોઇ પણ મહિલા માટે આવી ટીપ્પણી કરનાર અધિકારીએ લાજી મરવું જોઇતું હતું. ધરતી માર્ગ આપે તેવી હલકટભરી રીતે તેમણે નિર્ભયા અને તેમની માતા વિશે કહીને આઇપીએસની તાલીમને પણ લજવી છે, બદનામ કરી છે. ક્રોસ પર ઇશુને ખીલા જડાતા હતા ત્યારે તેમણે ખીલા જડનારાઓને સંબોધીને કહ્યું હતું કે હે, ઇશ્વર તેમને માફ કરજે કેમ કે તેમને ખબર નથી કે કે તેઓ શું કરી રહ્યાં છે....! આ અધિકારી અંગે તો એવું કહી શકાય કે હે,ઇશ્વર આવી માનસિક્તાવાળાને ક્યારેય માફ ના કરતાં. કેમ કે તેમને ખબર હતી કે તેઓ શું કહી રહ્યાં છે....!!

    ચાલો, આપણે દેશની દિકરી નિર્ભયાની માતાને બે હાથ જોડીને માફી માંગીએ અને કહીએ કે અમે તમારી સાથે જ છીએ....!!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ