-
1980ના દાયકામાં બોફોર્સ કાંડ ભારતમાં ઝળક્યું ત્યારે તેનો અંત આવતા આવતા 21મી સદી આવી ગઇ હતી. 21મી સદીના બે દાયકા પૂરા થવામાં છે છતાં બોફોર્સ કટકીનો અવાજ રાજકારણમાં આજે પણ ગાજે છે. તેનો ઉલ્લેખ કરે છે ભાજપના નેતાઓ. કેમ કે તેમને જવાબ આપવાનો છે રાફેલ સોદાનો. જેવા સાથે તેવાની રીતે તમારી બોફોર્સ તો અમારૂ રાફેલ. હિસાબ કિતાબ બરાબરી કા. તમારામાં શીખ રમખાણો તો અમારામાં ગોધરાના રમખાણો. તમારા બે નેતાઓ ગયા તો અમારા એક ગયા. તમારી વખતે 100 પૈસામાંથી 15 પૈસા પહોંચતા હતા, અમારામાં પૂરેપૂરા 100 પૈસા પહોંચે છે. તમારી પાસે ઐયર તો અમારી પાસે સ્વામી. બન્ને એકબીજાથી ચઢિયાતા. તમે કટકી કરો તો અમે કેમ નહીં?.... ના જવાબ એવો નથી. જવાબ કરતાં બચાવ એવો છે કે રાફેલનો સોદો તો હજુ થયો જ નથી. તો પછી ભ્રષ્ટાચાર ક્યાંથી થયો..? “ તો પછી ઠોકો કેસ. 5 હજાર કરોડનો. બોફોર્સ વખતે કોંગ્રેસના ઇશારે સામાવાળા સામે આવા કેસો થયાં હોય અને કોઇની પાસે માહિતી હોય તો વિના સંકોચે આપશોજી. નામ જાહેર નહીં કરીએ. ના, આરટીઆઇમાં પણ નામ નહીં આપીએ...!! આરટીઆઇ...? એ વળી શું બલા...? આ તો MMSની સરકારમાં અક્કલ જ નહોતી... RTIનો કાયદો લવાય જ નહીં. લોકોને વળી માહિતી આપવાની...? જા ભાઇ જા..... જો તો રહેજે આરટીઆઇના કેવા હાલ અને કેવા હવાલ થાય છે...
બારદાન. શણના થેલા. અનાજ વગેરે. ભરવામાં વપરાય. ગુજરાતમાં મગફળી કાંડમાં કોઇને બારદારમાં મગફળી નહીં પણ રૂપિયાની નોટો ભરવાનું સુઝ્યું. બારદાનમાં કટકી....?! ખાલી બારદાન વેચીને પણ કટકી થાય એ ગુજરાતે શિખવાડ્યું....!! ભરેલા તમામ બારદાનમાં મગફળી જ છે એમ માની લેવું નહીં,હોં. એની તો હજુ તપાસ ચાલે છે. એક રિપોર્ટ આવ્યો. આગ લાગી. કબૂલ. પણ લાગી કે લગાડવામાં આવી, એનો રિપોર્ટ હમણાં નહીં. નિવૃત જજને તપાસ સોંપાઇ. આવી તપાસ ક્યારે પૂર્ણ થશે અને ક્યારે તેનો રિપોર્ટ વિધાનસભામાં મૂકાશે નક્કી નહીં. સરકારને ઠીક લાગે તો વિધાનસભામાં મૂકે. નહીંતર મગન...તું બેઠો બેઠો મગફળી ખા...માટી-વાટી નિકળે તો બુમ ના પાડતો. કેમ કે મગફળી તો આખરે માટીમાંથી જ પેદા થાય છે ને... એટલે તેમાંથી માટી ના નિકળે તો કાંઇ શિંગદાણા નિકળે....??
એક વેપારી રોજ ભાવોભાવ ખાંડ વેચે. રોજ ફટાફટ ખાંડ વેચાઇ જાય. કોઇએ પૂછ્યું-નુકશાન નથી થતું...? પેલા વેપારીએ કહ્યું કે રોજ 4-5 ભારદાન ખાલી થાય એ નફો અને ભાવોભાવમાં મૂડી છૂટી થાય. એટલે નુકશાન તો નથી. વાત એ વેપારીને સાચી હશે. પણ ગુજરાતમાં મગનો-છગનો,ખાપરા-કોડિયાઓ આખેઆખા અને તે પણ ખાલીખમ બારદાનો ટ્રકો ભરીને બારોબાર સોદો કરી નાંખે....એવી મોરલા જેવી કળા તો ભાઇ...ભાઇ...મારા ગરવા ગુજરાતમાં જ જોવા મળે હોં કે. એ મગનો-છગનોને બાપ રાફેલ સોદામાં સામેલ કરાય તો....? હરામ બરાબર એકેય વિમાન ભારત આવે......ત્યાં ને ત્યાં જ બીજા દેશોને વેચી મારે.....!!!! બારદાનની જેમ. ખાલી પૈડા મળે રાફેલના. હશે. રાફેલમાં આવનારા સમયમાં ધડાકાને ભડાકા થવાના જ છે. કોર્ટ-કચેરીઓમાં પણ વકીલો રાફેલ...રાફેલ... બોલતા સંભળાતા હશે. કેમ કે હવે આ મામલો પહોંચવાનો છે કોર્ટ-કચેરીમાં. લડો. ખૂબ લડો. પણ સત્યને ભીની ભીની જમીનમાંથી અંકૂર ફૂટે તેમ બહાર આવવા દેજો. પછી એવું ના થાય કે બોફોર્સની જેમ ખરેખર કોણે કટકી લીધી..? રાગાના પિતા રાજીવે કે પેલા વિદેશી વેપારી ક્વોટ્રોચીએ...? કોઇ સત્ય બહાર આવ્યું નથી. મારી સરકાર આવશે તો પેલો તો ગયો જ સીધો તિહારમાં...અને તેનો જીજુ ગયો હિસારની જેલમાં.. મા તો ગઇ ઇટાલી અને પાર્ટી ભજશે ઇષ્ટદેવને....પણ એવું થયું....? બધા જ બહાર છે. ચૂંટણીઓ આવે એટલે...મુજસે ટક્કર...? ખુદ ગબ્બર સે ટક્કર? ચૂંટણીઓ પતે એટલે એને એમ પણ ના કહે કે ના ભાઇ તું દૂર જ રહેજે. મને ગળે ના મળતો.....આંખો કી ગુસ્તાખીયા માફ...ના હો......
અમદાવાદના ઓઢવમાં ગરીબો માટેના બનેલા મકાનોના બ્લોકમાં બે બ્લોક ગબડી પડ્યા. 17 વર્ષમાં જ મકાનોના આ બ્લોકને જમીન ગમી અને જઇને જમીનને મળ્યા. દિવાલોના પોપડા ઉતરે. સિમેન્ટ તો મળે જ નહીં. નાંખી હોય તો મળે ને....!! તપાસના આદેશો. વધુ એક તપાસ. મગફળીના બારદાન અને ઓઢવના બ્લોક....ની તપાસનો ધમધમાટ. થશે શું...? :-
બોફોર્સની તપાસ જેવું પુનરાવર્તન......
ન તુમ હારે ન હમ જીતે….
રાફેલ ખરીદાશે બોફોર્સની જેમ ,
અને મગફળી વેચાશે બારદાનની જેમ...
ભ્રષ્ટાચાર તને સલામ છે...
તારી હાજરી ક્યાં નથી? કમાલ છે....
કોઇની પાસે માલ, તો કોઇ માલામાલ છે.....