Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • રાફેલ શું છે? વિવાદની પૃષ્ઠભૂમિ શું છે?

    રાફેલ એ ફ્રેન્ચ કંપની ડેસોલ્ટ એવિયેશન દ્વારા બનાવવામાં આવતાં મધ્યમ કક્ષાના અને વિવિધ પ્રકારની ભૂમિકા ભજવી શકે એવા મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (એમએમઆરસીએ) છે. આ યુદ્ધ વિમાનો ભારત સરકારે દેશની હવાઈ તાકાતને મજબૂત કરવા માટે વસાવવાનો નિર્ણય કર્યો છે. ભારતનું હવાઈ દળ હાલમાં સુખોઇ, મિરાજ અને મિગ એરક્રાફ્ટ પર મોટા ભાગે મદાર રાખે છે.

    રાફેલ વિમાનો ખરીદવાનો નિર્ણય સ્પર્ધાત્મક બિડિંગની પ્રક્રિયા બાદ આવ્યો હતો.

    6 પ્રકારના યુદ્ધ વિમાનો વિચારાયા હતા

    આઇએએફ માટે 126 મલ્ટી-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ ખરીદવાની સૌ પ્રથમ દરખાસ્ત અસલમાં ઇ.સ. 2000માં આવી હતી. જોકે, 2007માં માત્ર આઇએએફએ વિવિધ ઉત્પાદકો પાસેથી છ અલગ વિમાનો માટે બિડ આમંત્રિત કર્યા હતા. જે વિદેશી કંપનીઓ પાસેથી બિડ આમંત્રિત કરાયા હતા તેમાં રશિયન મીગ -35 (આરએસી મીગ દ્વારા ઉત્પાદિત), જેએએસ -39 (સ્વીડનની ગ્રિપન કંપની દ્વારા ઉત્પાદિત), ફ્રેન્ચ કંપની ડેસોલ્ટના રાફેલ જેટ ફાઇટર વિમનો , એફ -16 ફાલ્કન (લૉકહેડ માર્ટિન દ્વારા ઉત્પાદિત), યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના બોઇંગ્સ એફ / એ -18 સુપર હોર્નેટ અને યુરોફાઇટર ટાયફૂન - બ્રિટીશ, જર્મન, સ્પેનિશ અને ઇટાલિયન કંપનીઓના સમૂહ દ્વારા બનાવવામાં આવેલું છે, જે ટૂંકાક્ષરો EADS દ્વારા ઓળખાય છે.

    વિગતવાર તકનીકી મૂલ્યાંકન અને ફિલ્ડ ટ્રાયલ પછી, 2011 માં રાફેલ અને યુરોફાઇટર ટાયફૂન ફાઇટર એરક્રાફ્ટની આખરી યાદી તૈયાર કરવામાં આવી હતી. પ્રથમ વખત ભારત સરકારે વિમાનના 40 વર્ષનું ટકાઉ પણું કેટલું રહેશે તે બાબત અંગે કુલ કિંમત નક્કી કરવા માટે પહેલી વખત પૂછ્યું હતું. વ્યાપારી બિડ ખોલ્યા પછી, વિમાન લાંબા આયુષ્યના વિશ્લેષણના સંદર્ભમાં ડેસોલ્ટ એવિએશનનું બિડ સસ્તું હતું. જાન્યુઆરી 2012માં તેને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. એટલે કે રાફેલ ખરીદવાનું નક્કી કરાયું હતું.

    ભારતને વિમાનની ટેકનોલોજી આપવાની હતી

    ટેન્ડરની શરતો અનુસાર, વિજેતા કંપનીએ સંરક્ષણ સાધનોના નિર્માણ માટે કુલ સોદાની કિંમત (કરારમાંથી પેદા થતા કુલ આવકના 50%)નો બરાબર અડધો ભાગ ભારતમાં રોકાણ કરવાનો હતો. કંપનીએ આ ખાસ એરક્રાફ્ટ માટે ભારતીય ઉત્પાદન ક્ષેત્રના એચએએલને તેની ઉત્પાદન તકનીક સ્થાનાંતરિત કરવી અને સરકારી કંપનીને 108 જેટલા એરક્રાફ્ટ ઉત્પાદિત કરવામાં મદદ કરવાની હતી.

    સરકારે અચાનક જુનો કરાર રદ કર્યો

    2012 અને 2014ની વચ્ચે સોદો નક્કી કરી શકાયો ન હતો. એપ્રિલ 2015માં ફ્રાંસના ડેસોલ્ટ એવિએશનમાંથી 36 રાફેલ વિમાન ખરીદવા માટે એકપક્ષીય નિર્ણય પછી, 126 લડાકુ વિમાન ખરીદવાનો અગાઉનો સોદો સરકાર દ્વારા અચાનક રદ કરવામાં આવ્યો હતો. નવા કરાર મુજબ, 'ફ્લાય-અવે' સ્થિતિમાં ખરીદવામાં આવનાર તમામ 36 વિમાનોનું હવે ફ્રાન્સમાં જ ઉત્પાદન કરવામાં આવશે, જે અગાઉના કરાર મુજબ ભારતમાં થવાનું હતું. એચએએલને હવે આ ચિત્રમાંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી. ભારતને તેની ટેકનોલોજી આપવાની હતી તે હવે નહીં મળે. નવા સોદામાં ટેકનોલોજીને ટ્રાન્સફર કરવાની પણ કોઇ જોગવાઇ કરાઇ નહોતી.આ સોદો સરકારી તિજોરીના રૂ.60,000 કરોડની કિંમતે કરાયો હતો.

    કયા મુદ્દે આટલો વિવાદ વકર્યો છે?

    રાફેલ સોદાના સંદર્ભમાં ત્રણ મુખ્ય મુદ્દા છે.

    સૌ પ્રથમ તો આ સોદામાં પારદર્શિતાનો સદંતર અભાવ જોવા મળ્યો હતો.જ્યારે પણ વિમાનના ભાવ અંગે કે નિર્ણય લેવાની પ્રક્રિયા અંગે સવાલો કરવામાં આવ્યા હતા ત્યારે સરકારે 2008માં ભારત અને ફ્રાંસ વચ્ચે હસ્તાક્ષર થયેલા 'ગુપ્તતા કરાર'નું યશરણું લઇને સોદાની વિગતો છુપાવી હતી. આ સોદામાં વેપારી બાબતોની ગોપનિય રાખવા એક શબ્દ સુધ્ધાં દર્શાવવામાં આવ્યો નહોતો તેમ છતાં સરકારે વિમાનના ભાવ જાહેર કરવાનો ધરાર ઇન્કાર કરી દીધો હતો. આ તથાકથીત રીતે ઢાંકી રખાયેલા રહસ્યને ભારતીય જનતા પક્ષના ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇટી) સેલ દ્વારા 19 એપ્રિલ 2016ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. સત્તાવાર 'બીજેપી ફોર ઈન્ડિયા' એ ટ્વિટ કરી દાવો કર્યો હતો કે મોદી સરકારે $ 12 અબજ ડોલરના મૂળ રાફેલ સોદામાંથી 3.2 અબજ ડૉલરની બચત કરી હતી. જેનાથી રકમ ઘટીને 8.8 અબજ ડોલર (અથવા આશરે રૂ.60,000 કરોડ રૂપિયા) થઈ હતી.

    ઊંચા ભાવનું રહસ્ય શું ?

    સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા ઊભા કરવામાં આવેલો વિવાદનો બીજો મુદ્દો એ છે કે મનમોહનસિંહ સરકાર સોદા અંગે મે 2014 સુધી વાટાઘાટ કરી રહી હતી. તે સમયે ભારતે રૂ.523 કરોડ એક વિમાનોનો ખર્ચ નક્કી કર્યો હતો. મોદીએ વિમાન ખરીદવાની જાહેરાત કરી ત્યારે સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રિકરે ટેલિવિઝન ચેનલોને કહ્યું હતું કે દરેક રાફેલ વિમાનની કિંમત રૂ.650 કરોડ અને રૂ. 700 કરોડ વચ્ચે હશે. જેમાં ભારતીય હવાઈ દળને કેટલાક સુધારા વધારા, શસ્ત્રો પેકેજ, વોરંટી અને જાળવણી સામેલ કરવાની થાય છે. પણ હવે ભારતને વિમાન દીઠ રૂ.1,660 કરોડ નક્કી કરાયા છે. સરકાર આ ભાવમાં વધારો કેમ કરવો પડ્યો તેના કોઈ પુરાવા રૂપે સમર્થન આપ્યું નથી. 36 વિમાનો જ કેમ ખરીદ કરવાનું નક્કી કર્યું તે અંગે સરકારે કોઈ જવાબ આજ દિન સુધી આપ્યો નથી. સરકાર આ મુદા માટે એકદમ ચૂપ છે.

    (વરિષ્ઠ સ્વતંત્ર પત્રકાર રવિ નાયરના સંશોધનના આધારે)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ