-
ચાલુ ચૂંટણીએ સત્તાપક્ષના વડાપ્રધાન આકાશમાં મિસાઇલ છોડીને લાઇવ સેટેલાઇટ, વગર કારણે તોડીને તેને સરકારની આકાશી સિધ્ધિ ગણાવી મતદારોને પ્રભાવિત કરે તો તે આચારસંહિતા ભંગ કહેવાય નહીં એ તો સુનીલ અરોડા જાણે પણ વગર કારણે કરોડો રૂપિયાથી બનેલું સેટેલાઇટ તોડી નાંખવું એ તો સૌ જાણી ગયા તે આ ચૂંટણી માટે જ છે. શું સરકારને કોઇ એવી માહિતી સ્પેસમાંથી મળી હતી કે હોલીવુડની ફિલ્મ ધી ઇન્ડિપેન્ડેન્ટની જેમ એલિયન દ્વારા હુમલો થવાનો હતો..? શું એ એલિયન ઝાડુ વાળો કે 12-12 પંજાવાળો હતો..? મિશન શક્તિના પગલે ભારત હવે દુનિયામાં ચોથો દેશ બની ગયું કે જે આવી મિસાઇલ તાકાત ધરાવે છે. સેટેલાઇટ કહેતા ઉપગ્રહ તોડી પાડ્યું પણ પૂર્વગ્રહ તોડવાનું નામ લઇએ તો...?!
- મને જીતાડો ,આતંકવાદ આમ ચપટી વગાડતા ગયો સમજો...
-નોટબંધીમાં સાથ આપો, આતંકવાદ ના જાય તો ફાંસીએ લટકાવજો...
-સર્જીકલ સ્ટ્રાઇક કરવા દો, આતંકવાદ સડસડાટ ગયો સમજો...
-એર સ્ટ્રાઇક કરવા દો આતંકવાદ એર-હવામાં ભળી જશે...
-સ્પેસ સ્ટ્રાઇક કરવા દો આતંકવાદને કોઇ સ્પેસ જ નહીં મળે....
-હવે જળ માર્ગે કોઇ વોટર સ્ટ્રાઇક થાય તો સમજો કે આતંકવાદ ગયો દરિયામાં....!
લાઇવ સેટેલાઇટ ભલે તોડો પણ આપણાં સુરક્ષાકર્મીઓને મારનારા નક્સલીઓની કમર પણ તોડો ને...? આતંકીઓ તો માનો કે પાકિસ્તાન મોકલે છે. પણ આ નક્સલીઓ ક્યાંના છે..? પાકિસ્તાનના ? બાલાકોટના છે...? ચીનના છે..? મ્યાનમારના છે....? હોનોલુલુના છે...? આખરે છે ક્યાંના આ નક્સલીઓ..? આપણાં જ દેશના. અને છતાં આપણાં જ સુરક્ષા જવાનોની હત્યા કે છે. એકાદ બેને શહિદ બનાવે તો દેશનું ધ્યાન દોરાતું નથી. પણ એક સાથે 20-25 જવાનોના ઢીમ ઢાળી દે ત્યારે ચાય પે ચોકીદારોની ચર્ચા શરૂ થાય...! ના..ના..આ ના ચાલે. પગલા તો ભરવા જ પડે. આમ તો કરવું જ પડે અને પછી.....અંતરિક્ષમાં મિસાઇલમારો....અરે, ભાઇ પહેલા આ નક્સલીઓને તો મારો. આપણાં સમજીને ના મારો તો તેમના પાછા તો વાળો... એ પણ ના થાય..? શું તેઓ મા ભારતીના લાલ નથી..? મા ભારતીના લાલ માત્ર જેમને નાગરિક્તવ આપવાનું છે એ જ છે...? આ તો અગાઉની સરકારોનું પાપ છે, એમણે શું કર્યું....અમે શું કામ કરીએ..એવી માનસિક્તામાં શહિદ થાય છે જવાનો અને સ્થાનિક ગ્રામવાસીઓ.
આ નક્સલીઓ ગામમાં કે શહેરમાં રહેતા નથી. તેઓ દૂર દૂર જંગલમાં સંતાઇને રહે છે. તેમને ખોરાક ભારતમાંથી જ મળે છે. તેમને બંદૂકો અને ગોળીઓ ભારતમાંથી જ મળે છે. તેમને બોંબ બનાવવાની સુરંગો પાથરીને જવાનોની ગાડીઓ ઉડાવી દેવાની તાલીમ ભારતમાથી જ મળે છે. તેમને ખોરાક-પાણી રક્ષણ બધુ જ ભારતમાંથી જ મળે છે. છતાં સરકાર કે સરકારો મીલીટરીની ભાષામાં કહીએ તો તેમની સપ્લાય લાઇન તોડતી નથી. અને વર્ષોથી નક્સલવાદ...નક્સલવાદ..ની બુમો પાડવાની. સ્પેસ સ્ટ્રાઇક કરો. ના નથી. તેનાથી વોટ મળતા હોય તો લઇ લો. પણ જવાનોના જાનની કિંમત સમજતા હોય તો આ નક્સલવાદનો ખાત્મો બોલાવી દો. કેટલા હશે નક્સલીઓ..? બાલકોટિયા આતંકીઓ કરતા થોડાક વધારે. કરો એક સ્ટ્રાઇક તેમના ઉપર. બાત ખત્મ. આતંકવાદ પાકિસ્તાનનો તો નક્સલવાદ કોનો ...? હિન્દુસ્તાનનો ગણાય કે ના ગણાય..? ભારતના લોકો, ભારતનો નમક, ભારતમાં તાલીમ, ભારતના હથિયારો અને ભારતના જ જવાનોને ઉડાવી દે...પછી ગૃહમંત્રી મોઢે રૂમાલ બાંધીને છત્તીસગઢની કોઇ હોસ્પિટલમાં ઘાયલ જવાનોની ખબર કાઢવા જાય.. અને નિવેદન કરે કે હમ ઇસ હમલે કે કડે શબ્દ મેં નિંદા કરતે હૈ...!