-
પદ એ જ છે. ભારતના વડાપ્રધાનનું પદ. એની એક ગરિમા છે, એનું એક સન્માન છે. પણ એ બધુ 2014 પછી. એની પહેલા તો વડાપ્રધાન એટલે બચ્ચો કા ખિલૌના...ચાહે જિતના ખેલો ફિર ફેંક દો. આ લખનારને ના તો મનમોહન પ્રત્યે વેલેન્ટાઇનિયો પ્રેમ છે કે ના તો નરેન્દ્ર મોદી પ્રત્યે રાફેલિયો ગુસ્સો. બધા સરખાં. વડાપ્રધાનની ખુરશીમાં બેસનારા બધા સરખા અને એક સમાન. દરેકનું નામ અને સન્માન. પણ 2014ની ચૂંટણીઓ જીતવા માટે તે વખતના સત્તાધીશ પીએમ મનમોહનની તો ધૂળ કાઢી નાંખવામાં આવી. તેઓ વડાપ્રધાન નહીં પણ સાવ સામાન્ય માણસ હોય તેમ તેમના વિશે એવું એવું બોલવામાં આવ્યું કે એ બધુ હવે જેમની સામે આવ્યું ત્યારે કેટલાક ડાહ્યા અને ડમરાઓ ડમરૂ વગાડીને આલોચકોને કહે છે...આઘા રહો ...આઘા રહો....વડાપ્રધાન અંગે એવું ના બોલાય યાર....આ એ ભારતના વડાપ્રધાન છે કે જેને હવે દુનિયા ગંભીરતાથી લઇ રહી છે બે......!
દુનિયા પહેલા મોટી હતી. હવે નથી એ કેટલાક ભૂલી ગયા. નેટિયા દુનિયામાં 2014 અને તે પહેલા કોણ ક્યારે કેવું શું બોલ્યા એ યુટ્યુબિયુ નામક રમકડુ બધુ જ કહી દે છે. અને એ વિડિયો હવે જ્યારે શોધી શોધીને સોશ્યલ મિડિયામાં લોકો મૂકીને ચહેરાને અરિસો બતાવી રહ્યાં છે ત્યારે પેલા ફેસબુકિયાના માલિકને તતડાવાય છે કે અમને ટેકનોલોજીની ચાવી આપો કે સૌથી પહેલા કોણે મૂક્યું...?! કેમ ભાઇ....શા માટે....? એમને કચ્ચા ચબા ચાઉંગા.....એટલા માટે...? તમે એને શોધીને પછી તેને નાંખો જેલમાં દેશદ્રોહીના કેસમાં...? બંધારણમાંથી જાણે કે કેટલીક કલમો સરકલમ થઇ ગઇ પણ કાશ્મિર માટેની કલમ 370 સરકલમ ના થઇ. એ તો હજુ એમ જ છે. અને કોઇ એમને યાદ કરાવે કે મોટાભાઇ... તમે તો કહેતા હતા કે બસ, અમને એકવાર માકસમ.. દિલ્હી પહોંચાડો પછી જૂઓ..370, સમાન નાગરિક ધારો, રામ મંદિર.....બધુ જ......!
કાશ્મિરના પુલવામા વિસ્તારમાં 14 ફેબ્રુઆરીના બપોરે જે ઘટના બની તેને લઇને ત્યારબાદ જેમનું નામ મનમોહન નથી એ નેતાએ બીજા દિવસે 15મીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હસતા ચહેરે. ફોટા પડાવ્યાં. સભા સંબોધી. બીજા દિવસે ફરી જન સભા કરી. રાત્રે પુષ્પાંજલિ અર્પી વિમાની મથકે. મોડા આવ્યાં એવું કોઇ ના કહેશો નહીંતર ખોટુ લાગશે કોકને. પછી પણ સભા. અને ફિલ્મી અંદાજમાં ડાયલોગ- જો આગ તેરે દિલ મેં જલ રહી હૈ વહી પ્રતિશોધ..બદલે કી આગ મેરે દિલ મેં ભી હૈ...! સાહેબ, પ્રતિશોધની આગ હોય ને તો લીલી ઝંડીના કાર્યક્રમો ના થાય. રેલવે સ્ટેશન ખાતે ફોટો સેશન ના થાય. વોર રૂમમાં બેસીને રણનીતિ બનાવવાની હોય અને રાષ્ટ્રીય શોક જાહેર કરવાનો હોય.
રાષ્ટ્રીય શોકથી યાદ આવ્યું કે કોઇ કહેશે કે મા ભારતીના કેટલા વીર જવાનો શહિદ થાય તો રાષ્ટ્રીય શોક જાહેર કરાય...? કોઇ નેતાની ચિર વિદાય થાય તો રાષ્ટ્રીય શોક. પણ આ દેશના 44 જવાનોને ખૂબ ઘાતકી રીતે ઉડાવી દેવામાં આવે અને એના સમાચારો જોઇને, સાંભળીને સામાન્ય ચા વાળાની કિટલી પણ ઉકળી ઉઠી. પણ વડનગરી ચા વાળાની કિટલી....? કાશ. એમનું નામ મનમોહન હોત તો દેશમાં એમને વગર સાબુએ ધોઇ નાંખ્યા હોત. આખો શબ્દકોષ વાપરી નાંખ્યો હોત વખોડવામાં અને ચૂડીઓ મોકલી હોત પેલા મહિલા નેતાએ...નામ યાદ છે ને...કે તમને સ્મૃતિદોષ તો નથી ને....?! પણ અત્યારે એવું કરાય...? ના. કેમ કે એમનું નામ મનમોહન નથી. અને આવું જો કહીએ તો પાછા મોઢા બગાડે. તમે તો યાર.. છે ને મળી ગયા છો...!
મામલો જવાનોનો હોય એટલે એ તો માત્ર કેટલાકનો ઇજારો. જવાનો કેમ ભોગ બન્યા, કોની ભૂલ એમ કહીએ તો તમે તો દેશદ્રોહી ગણાવી જાઓ. તો કરવું શું...? બસ, મનમોહન ફરી વડાપ્રધાન બને તેની રાહ જુઓ. પછી આજ લોકો નિકળશે અને કહેશે- ઐસે કૈસે મેં સૌંપ દૂ મેરે ભારત કો.... કમજોર કે હાથોં મેં..! પોરિબર્તન હોના ચાહિયે..અને આમ ચાલ્યા કરશે અડુકિયા...દડુકિયાની રાજરમતો. કભી મૈં...કભી તૂં...કભી મૈં....કભી તૂં....અને આ હુતુતુતુ...ની કબ્બડીમાં ટાંટિયા ધ્રુજી રહ્યાં છે પેલા રોજનું કમાનારાઓના.
ચલો એકબાર ફિર સે અજનબી બન જાયે...કેટલા જવાનો શહિદ થયા, કોને કેટલી બેઠકો મળી, કોણ વડાપ્રધાન બન્યા આપણે શું...? આપણે તો ફકીર...! ઝોલા લેકર....! ઇક બંજારા ગાયે....નવ કરશો કોઇ મતદાન....એવું તો કહેવાય નહીં. મતદાન અવશ્ય કરો. જરૂર કરો. કોઇ ના ગમે તો નોટા તો છે જ. પણ નવ કરશો કોઇ ટીકા પીએમની... નવ કરશો કોઇ ટીકા પીએમની...કેમ કે એમનું નામ મનમોહન નથી.....!!