Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • દિલ્હીના જાણીતાં પત્રકાર પુણ્ય પ્રસૂન વાજપેયીનું નામ અજાણ્યું નથી. તેઓ એક જાણીતી હસ્તી છે. 2014 પછી દિલ્હીમાં અન્ય કેટલાક પત્રકારોની જેમ તેમને પણ દિલ્હીમાં બેઠેલી મોદી સરકારનો કડવો અનુભવ થયો તે પોતાની વ્યથા જાહેર કરી છે. વાંચો તેઓ શું કહે છે જાહેર મંચ પરથી....

    જાણીતા પત્રકાર પુણ્ય પ્રસૂન વાજપેયીએ કહ્યું છે કે મોદી સરકારના આવ્યાં બાદ દેશમાં પત્રકારત્વના સંજોગો બદલાઇ ગયા છે. હવે સંપાદકને જાણ હોતી નથી કે ક્યારે ફોન આવી જાય.. તેમણે શબ્દો ચોર્યા વગર સાફ સાફ કહ્યું કે ક્યારેક પીએમઓ(વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કાર્યાલય) તો ક્યારેક કોઇ પણ મંત્રાલયમાંથી સીધો જ ફોન આવી જાય છે. આ ફોન કોલ્સમાં સમાચારોને લઇને આદેશ હોય છે.તેઓ જાણીતાં પત્રકાર આલોક તોમરની સ્મૃતિમાં આયોજીત વ્યાખ્યાનમાં બોલી રહ્યાં હતાં. વ્યાખ્યાનનો વિષય હતો પ્રમાણિત પત્રકારત્વઃભારતીય સંદર્ભ.

    પુણ્ય પ્રસૂન કહે છે કે મિડિયા પર સરકારોનું દબાણ અગાઉ પણ રહ્યું છે. પરંતુ પહેલા એડવાઇઝરી આવતી હતી એટલે કે સલાહ સુચના આવતી હતી કે આ સમાચારને ના દર્શાવો અથવા આ તોફાનના સમાચારથી તંગદીલી ફેલાઇ શકે છે. હવે તો સીધો ફોન આવે છે કે આ સમાચારને હટાવી દો...!! પ્રસૂને કહ્યું કે જ્યાં સુધી સંપાદકના નામે ચેનલોના લાયસન્સ નહીં મળે ત્યાં સુધી પત્રકારને અખબારના માલિક બનવાની અનિવાર્યતા નહી રહે અને ત્યાં સુધી કોર્પોરેટ દબાણ યથાવત જ રહેશે.

    તેમણે વ્યાખ્યાનમાં જાહેર કર્યું કે ખુદ તેમની પાસે વડાપ્રધાન કાર્યાલયમાંથી ફોન આવે છે અને અધિકારી સત્તાવાર રીતે ખુલ્લેઆમ પૂછે છે કે અમુક સમાચારો ક્યાંથી આવ્યાં..? આ અધિકારીઓ જાણે કે તેમના ઉપરી હોય તેમ શેહશરમ રાખ્યા વગર દાદગીરીથી માહિતી અને આંકડાઓના સ્ત્રોત પૂછે છે. પ્રસૂને સરસ કહ્યું કે આ અધિકારીઓ જે આંકડાઓ ક્યાંથી મેળવ્યાં તે જાણવા દબડાવતાં હોય છે તે આંકડા સરકારી વેબસાઇટ પર જ હોય છે. અને તેમાંથી લેવામાં આવતાં હોવા છતાં સરકારને પણ તેની જાણ સુધ્ધા હોતી નથી...!!

    તેમણે એમ પણ કહ્યું કે રાજકીય પાર્ટીઓના કાળા ધંધામાં બાબા પણ સામેલ છે. બાબા ટેક્સ ફ્રી ફંડફાળો લઇને નેતાઓને પહોંચાડે છે. પ્રસૂને હિંમતભેર કહ્યું કે તેઓ વહેલી તકે તેનો ધડાકો પડદા પર કરવાના છે.

    કોન્સ્ટીટ્યુશન ક્લબમાં આયોજીત આ કાર્યક્રમમાં રાજદીપ સરદેસાઇ પણ હાજર હતા. તેમણે કહ્યું કે પત્રકારત્વમાં જુઠની મિલાવટ વધી ગઇ છે. કોઇની પાસે માહિતી કે જાણકારીને જાણવાનો અને તેની સત્યતા ચકાસવાનો સમય જ નથી. ખોટી જાણકારી મિડિયામાં સમાચાર બની જાય છે.

    તેમણે એમ પણ કહ્યું કે આ માટે કોર્પોરેટ અસર અને ટીઆરપી પ્રેસરને દોષ દેવાને બદલે પત્રકારોએ પોતાની જાતનું મૂંલ્યાકન કરવું જોઇએ કે આપણે કેટલી પ્રમાણિક્તાથી સત્યને લઇને સજાગ છીએ.

    આ સેમિનારમાં પત્રકાર રામ બહાદુર રાય પણ આવ્યાં હતા. તેમણે મિડિયા આયોગ બનાવવાની માંગણી કરી. રામબહાદુર રાયે કહ્યું કે તેમની પાસે એવી માહિતી છે કે કઇ રીતે મિડિયા પર કેટલાક લોકોનું આધિપત્ય થઇ રહ્યું છે.

    પત્રકાર ઉર્મિલેશે કહ્યું કે ધીમે ધીમે પત્રકારત્વ મૂડીપતિઓના સકંજામાં પિસાઇ રહ્યું છે. પત્રકારોને જાણ નથી કે હવે પ્રેસની આઝાદી રહી જ નથી. તમામ આઝાદી જપ્ત કરી લેવાઇ છે. તેમણે કહ્યું કે પત્રકાર અજ્ઞાનના આનંદલોકમાં ખુશ છે અને પોતાની આઝાદી ગુમાવી રહ્યાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ