-
આરએસએસ-સંઘ પરિવારના વડા મોહન ભાગવત કોઇ નોકરી કરે છે? આ પ્રશ્ન ગુજરાતના રાજકીય ક્ષેત્રે રસપ્રદ ચર્ચાનો વિષય બન્યો છે અને વિવિધ અટકળો કે મોહન ભાગવત કોને ત્યાં નોકરી કરતા હશે..? બન્યું એવું કે સોમનાથદાદાના ચરણોમાં સંઘ પરિવારના અગ્રણીઓની એક દીર્ઘ બેઠક યોજાઇ રહી છે. તેમાં ભાગ લેવા સંઘ સુપ્રિમો ભાગવત વિમાની મથકે આવ્યાં ત્યારે મિડિયાએ તેમને પૂછ્યું કે સર કુછ બોલેંગે..? તેના જવાબમાં ભાગવતે હસતાં હસતાં કહ્યું કે મૈં બોલુંગા તો મેરી નોકરી ચલી જાયેંગી....તેમના જવાબથી મિડિયાકર્મીઓમાં હાસ્ય રેલાયું અને ભાગવત કારમાં બેસીને રવાના થઇ ગયા. પણ પાછળ અનેક અટકળો-અનુમાનો અને ચર્ચાનો વિષય છોડતાં ગયા. કેમ કે તેઓ એક એવા સ્થાન પર છે કે તેમની એક ચબરખી અને એક ફોનથી કેટલાયને રોજગારી મળી જાય ત્યારે તેઓ કોને ત્યાં નોકરી કરતાં હશે..? તેઓ વાસ્તવમાં સામાન્ય નોકરિયાતની જેમ નોકરી કરતાં નહીં હોય પણ જો બીટવીન ધી લાઇન જોઇએ તો કદાચ તેઓ એમ કહેવા માંગતા હશે કે જો તેઓ કંઇક બોલે તો દિલ્હીવાળાને નહીં ગમે. એટલે એમ માની લેવાય કે તેઓ દિલ્હીવાળાને ત્યાં “નોકરી કરતાં હશે...”! અર્થાત ભાગવત તેમના એટલે કે દિલ્હીવાળાના કહેવા પ્રમાણે સંઘ પરિવારને દોરવણી આપતાં હશે જેથી ચૂંટણીઓમાં ભાજપને સંઘ સંગઠન શક્તિનો રાજકીય લાભ મળી શકે. અથવા ભાગવત આવું બોલીને મિડિયામાં તેમના આ કથન પર બહસ ચલતી રહે......એમ વિચારીને જાણી જોઇને આવું બોલ્યા હશે. કેમ કે તેઓ એમ પણ કહી શક્યા હોત કે મારે કશું કહેવું નથી. પરંતુ મારી નોકરી જતી રહેશે એમ કહેતી વખતે તેમના મન મસ્તિકમાં તો દિલ્હીવાળાની જ છબી રમતી હશે...?
અયોધ્યાવાળા રામલલ્લા જાણે...!