Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ધીમંત પુરોહિત

    છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદની એચકે કોલેજમાં ચાલતા ખેલ અને એના સ્થાનીય અને રાષ્ટ્રીય મીડિયામાં કવરેજને જોયા પછી હવે લખ્યા વગર રહેવાતું નથી. પોતાની જાતે જ પોતાને કુમાર કહેતા હેમંત શાહનાં (આ પરંપરા યુપી બિહારમાં છે, જેમ કે નીતિશકુમાર. આપણે ત્યાં ગુજરાતમાં નરેન્દ્રકુમાર નથી કહેવાતું. ગુજરાતમાં સાસરાવાળા જમાઈ માટે કુમાર સંબોધન વાપરે છે. જે હવે એચકેનું બ્રહ્મચારી વાડી ત્રસ્ત હેમંત શાહ માટે વાપરી શકે.) ઇન્ચાર્જ પ્રિન્સીપાલ પદેથી અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના પ્રિન્સીપલને નામે રાજીનામાના નાટકના પત્રને આમાં સંકળાયેલા પાત્રોથી અજાણ બહારનો કોઈ માણસ વાંચે તો એને એમ જ લાગે કે, એચ કે કોલેજના ટ્રસ્ટીઓ પાક્કા તાલીબાની હશે અને અફઘાનીસ્તાનના ટીવી દ્રશ્યોમાં દેખાય છે એમ લાંબી દાઢી અને મોટી પાઘડીઓ પહેરી, જીપમાં મશીન ગન સાથે કોલેજમાં આવતા હશે અને કોઈ સ્વતંત્રતાની વાત પણ કરે તો એને ગોળીએ દઈ, પોતાની જીપ તળે જ કચડી નાખતા હશે.

    હકીકત શું છે? એચ કે કોલેજ જે સંસ્થા ચલાવે છે, તે ગુજરાત વિદ્યા સભા અને બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ દોઢ સદીથી કાર્યરત અમદાવાદની સૌથી જુની અને પ્રતિષ્ઠિત સંસ્થા છે, જેનું અમદાવાદના ઈતિહાસ, શિક્ષણ, સાહિત્ય, કળા અને સંસ્કાર ક્ષેત્રે અમુલ્ય પ્રદાન છે. આ સંસ્થાના પ્રમુખ વિશ્વ પ્રસિદ્ધ સ્થપતિ બાલકૃષ્ણ દોશી છે. ૯૧ વર્ષના દોશી સ્થાપત્ય ક્ષેત્રના નોબેલ પ્રાઈઝ સમાન પ્રીત્ઝ્કર પુરસ્કારથી સન્માનિત છે. ઉપપ્રમુખ પદ્મશ્રી કુમારપાળ દેસાઈ ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર અને ગુજરાતી વિશ્વકોશના સુકાની છે. અન્ય એક ટ્રસ્ટી જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકાર રઘુવીર ચૌધરી છે. લોકશાહી અને સ્વાતંત્ર્યના મુલ્યોની જ જો વાત કરી એ, તો આ ત્રણનું એમાં પ્રદાન હેમંત શાહના કામ સાથે સરખામણી પણ ના કરી શકાય એટલું મોટું છે. યશવંત શુક્લ જેવા શિક્ષણકારથી માંડીને અત્યારના આ ટ્રસ્ટીઓએ સંસ્થાને એક ઊંચાઈ સુધી પહોંચાડી હતી. આ પહેલાનાં પ્રિન્સીપાલ સુભાષ બ્રહ્મભટ્ટને આ સંસ્થાની પ્રતિષ્ઠાને તળિયે લાવતા પંદરથી વધુ વર્ષો લાગ્યા. જ્યારે હેમંત શાહે ઇન્ચાર્જનો ચાર્જ લીધાના ત્રણ મહિનામાં તો, તળિયે ગયેલી સંસ્થાની પ્રતિષ્ઠાને વધુ ઊંડા ખાડે ધકેલી દીધી, અને આ ટ્રસ્ટીઓની દુનિયાભરમાં બદનામી કરી, માત્ર ને માત્ર પોતાની તુંડ મિજાજી અને અણઆવડતના જોરે. ગુજરાતનાં સૌપ્રથમ પત્રકારત્વનાં અને નાટ્યશાસ્ત્રનાં અભ્યાસક્રમ આ કોલેજથી થઇ હતી. કે.કા.શાસ્ત્રીએ અહીના ભો.જે.વિદ્યાભવનમાં બેસીને કઈ કેટલાય વિદ્વતાપૂર્ણ ગ્રંથો આપ્યા છે. સૌમ્ય જોશી નાટકો આ કોલેજમાં રહ્યા રહ્યા શીખ્યા. નવનિર્માણ આંદોલનની શરૂઆત આ કોલેજની ભૂમિ પર થઇ હતી. જે કોલેજ એક સમયે શિક્ષણ, સાહિત્ય, કળા અને સંસ્કૃતિ માટે સમાચારોમાં રહેતી, એ કોલેજને હેમંત શાહે સાવ નીચલા સ્તરના રાજકારણનો અખાડો બનાવી દીધી.

    સવાલ જીગ્નેશ મેવાણીને બોલાવા ના બોલાવાનો છે જ નહિ. જીગ્નેશને અમદાવાદની એચ કે કોલેજ જ નહિ, ગુજરાત, ભારત અને દુનિયાના કોઈ પણ ખૂણામાં બોલવાનો અબાધિત અધિકાર છે. એની સામ્યવાદી વિચારધારાનો વિરોધ કરવાનો બીજેપીના નેતાઓને એટલો જ અધિકાર છે. કોંગ્રેસે પોતે નક્કી કરવાનું, કે આ બેની લડાઈમાં એ કયા છે? એમાં બબાલ થાય તો એ પોલીસ માટે કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન છે. આમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ, લોકશાહી પર હુમલો કે દલિત બિન દલિતની વાત ક્યા આવી? એ ચર્ચાનો વિષય છે જ નહિ.

    ભૂતપૂર્વ ઇન્ચાર્જ પ્રિન્સીપાલ હેમંત શાહે જો શુદ્ધ ઈરાદાથી ખરેખર જીગ્નેશ મેવાણીનો કાર્યક્રમ કોલેજમાં કરવો હોત, તો એ ટ્રસ્ટીઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓને પણ સાથે રાખીને કરી શક્યા હોત. તો આવી શરમજનક પરિસ્થિતિ ઉભી નાં થાત. પરંતુ ત્રણ પાના ભરીને લોકશાહીની વાતો કરતા હેમંત શાહે વાસ્તવમાં એક સરમુખત્યારની જેમ કોઈને વિશ્વાસમાં લીધા વિના અંગત વાટકી વ્યવહાર કરતા હોય એમ જીગ્નેશ મેવાણી જોડે કાર્યક્રમ ગોઠવી નાખ્યો. જ્યારે બીજેપીના નેતાઓએ વિરોધ શરુ કર્યો, ત્યારે ટ્રસ્ટીઓ અને અધ્યાપકોને આ વાતની જાણ થઇ. સ્વાભાવિક છે, પ્રિન્સીપાલ, વાઈસ પ્રિન્સીપાલ સિવાયના બધા અધ્યાપકોએ આવા આયોજન સામે અસંમતી દર્શાવી. ટ્રસ્ટીઓએ કોલેજના હોલમાં તોફાનના ભયે આયોજન બદલવાની વાત કરી, તો હેમંત શાહ ગાંઠ્યા નહિ અને લેખિતમાં માંગ્યું. ટ્રસ્ટે વચલો અમદાવાદી વાણીયાશાહી રસ્તો કાઢી, કોલેજના હોલની મન્જૂરી રદ કરી દીધી. જે વાત વાણી સ્વાતન્ત્ર્યવાળી વાણી વાપરી ટ્રસ્ટીઓ, અધ્યાપકો અને વિદ્યાર્થી નેતાઓ સાથે વાતચીતથી ઘરમેળે સરળતાથી પતી જાત એમાં - ગાંધી દોઢસોને નામે રોજે રોજ ત્રણ ત્રણ ભાષામાં ગાંધીના ક્વોટેશન્સ વોટ્સ એપ કરતા - હેમંત શાહે તલવારો તાણી.

    એમાં જ આખો દંભ ઉઘાડો પડી ગયો. હેમંત શાહના પત્રના આરોપ મુજબ જો ટ્રસ્ટીઓ સદંતર બિન-લોકશાહી તથા વિચાર, વાણી અને અભિવ્યક્તિના સ્વતંત્રતાના અધિકારોનું નિકંદન કરનારા હોય અને એનાથી રાજ્ય નામના મહા રાક્ષસી યંત્રના એક સ્ક્રુ બની જવાતું હોય એમ પોતે માનતા હોય, તો એવી સંસ્થામાં હવે વધુ એક ક્ષણ માટે પણ કામ કરાય જ કેમ? ઇન્ચાર્જ પ્રિન્સીપાલ જેવા કામ ચલાઉં પદેથી રાજીનામું મામુલી વાત છે. એનાથી ક્રાંતિ ના થાય. આવી બિન-લોકશાહી સંસ્થાના અધ્યાપકપદેથી જ રાજીનામું કેમ નહિ? સાતમાં પગાર પંચના જાડા છમ પગારો જ મગજના ક્રાંતિના કીડાને મારીને, તમે જ કહો છો એમ માણસને રાજ્ય નામના મહા રાક્ષસી યંત્રનો એક સ્ક્રુ બનાવી નાખે છે. આ પહેલા પણ ઇડર કોલેજમાંથી એક જુદા પ્રકારના વિવાદમાં હેમંત શાહે રાજીનામું આપી અમદાવાદ જેવા મોટા ક્ષેત્રમાં આવવાનું થયું હતું. મહા રાક્ષસી યંત્ર સામેની લડાઈમાં હવે અમદાવાદ પણ નાની જગ્યા છે. હેમંત શાહ તુમ આગે બધો, જીગ્નેશ મેવાણી તુમ્હારે સાથ હૈ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ