-
ધીમંત પુરોહિત
થોભો, થોભો, મને ગાળો દો કે બીજું કઈ આડું અવળું વિચારો એ પહેલા ચોખવટ કરી દઉં, કે ઉપરોક્ત શબ્દો પ્રસિદ્ધ ગુજરાતી કટાર લેખક ગુણવંત શાહે પોતે પોતાના લેખમાં લખ્યા છે. ચિત્રલેખા દિવાળી અંક ૨૦૧૮ના ૨૮મા પાને છપાયેલા "કાર્ડિયોગ્રામ" કોલમના આ અભૂતપૂર્વ લેખનું મથાળુ છે, -
" નસીબદાર ને નવયુવાન એવો ઘરડો માણસ! અને પેટા મથાળું છે, આ ઉંમરે પણ હું વાસનામુક્ત નથી... આવી મારી ચેતવણીનો અનાદર કરનારી યુવતી પોતાના હિસાબે અને જોખમે મારી સમીપે આવી શકે છે. "
-
ગુણવંત શાહ.
લેખની શરૂઆત કૈક આમ થાય છે :
“મારી પ્રિય કવિતાથી શરૂઆત કરું? સાંભળો :
પછી હું જન્મ્યો કહો, કેવો જન્મ્યો ?
અહો એવો જન્મ્યો :
એક અળસિયું બેળે બેળે
બહાર આવે એમ ઉંધે માથે,
નિર્લજ્જ, નીપટ,નાગો,
તીણું – ઝીણું હાસ્યાસ્પદ કલપતો
અબુધ, આંધળો, મૂંગો, ભૂખ્યો, તરસ્યો
હાથ – પગ વીંઝી તરફડતો અવતર્યો !
ત્યારે લોકોએ હરખપદૂડા થઇ
પેંડા ખાધા... બોલો !
- પવનકુમાર જૈન “
હવે ખબર પડી ? હા, મારી ઉપર એક આરોપ લગાવી શકો, લેખકનું નામ અને એમના શબ્દો આઉટ ઓફ કોન્ટેક્ષ્ટ લખવાનો. પણ એ સંદર્ભ પણ સમજાવું તમને. ગુજરાતના વર્તમાનમાં સૌથી વધુ પ્રસિદ્ધિ પામેલા, ભાસ્કર જેવા મોટા અખબાર અને ચિત્રલેખા જેવા મોટા સામાયિકના કટાર લેખક પદ્મશ્રી ગુણવંત શાહ ચિત્રલેખાના દિવાળી અંકમાં પોતે લખે છે, કે –
“ મારી ઉંમર ૮૨ વર્ષની થઇ છે. મને પથારીમાં પડ્યા પડ્યા અનેક ગાંડા ઘેલા વિચારો આવે છે. આ ઉંમરે પણ મને આ ઉંમરે પણ મને કોઈ સુંદર યુવતી સામે મળે ત્યારે કોઈ યુવાનને આવે એવા જ રોમેન્ટિક વિચારો પણ આવે છે. એ યુવતી મને વૃદ્ધ જાણી મારી પથારી પાસે આવીને બેસે ત્યારે એ તો નિર્દોષ હોય છે, પરંતુ હું નિર્દોષ કે નિર્મળ નથી હોતો.”
ગુણવંત શાહ હવે એક ડગલું આગળ વધીને બળાત્કારના આરોપસર વરસોથી જેલમાં બંધ આસારામને સલાહ આપે છે.
“બોલો ! આ વાત મારે કોને કહેવી ? કોઈ માને કે ન માને, આપનો દંભી સમાજ આસારામના જ લાગનો છે. આસારામે સતેજ પરથી આવી નિખાલસ વાતો કહી હોત તો ! આસારામે બલાત્કાર કરવાને બદલે કેવળ થોડો રોમાંસ કર્યો હોત તો એ આજે જેલની બહાર હોત એ નક્કી.”
તમે જ નક્કી કરો, આને નિખાલસતા કહેવાય, કે નાગાઈ ? નિર્વિવાદપણે ગુણવંત શાહ કરતા અનેક ઘણા મોટા લેખક ઝવેરચંદ મેઘાણીએ એક ઠેકાણે લખ્યું છે, કે “માણસના મનમાં છે એ બધી વાતો બહાર આવે, તો શહેરની ગટરો મડદાંથી ઉભરાય.”
ગુણવંત શાહ કુશળ વકીલની જેમ પાછા પોતાના ટેકામાં ઝવેરચંદ મેઘાણીનાં સુપુત્ર મહેન્દ્ર મેઘાણી સંપાદિત મિલાપની વાચનયાત્રાનાં એક લેખમાંથી ગાંધીજન હરીજન સેવક ઠક્કરબાપાનો બે વખત પરસ્ત્રીગમનનો જાહેર એકરાર ટાંકે છે. ગાંધીના રશિયન ગુરુ લિયો તોલ્સતોયનાં ચાર મુખ્ય શોખ ગુણવંત શાહ શોધી લાવે છે – ‘જુગાર, વેશ્યાગમન, શરાબ અને ધુમ્રપાન.’ અને તોલ્સતોયની અંગત ડાયરીનું એક ક્વોટેશન પણ ગુણવંત શાહ ચાલાકીથી પોતાની દલીલોના ટેકામાં ટાંકે છે – ‘સ્ત્રી તો જોઈએ જ ! વિષયવાસના મને પળવાર પણ ઠરીને બેસવા દેતી નથી.’ તોલ્સતોયે બીજું ઘણું જ્ઞાન આપ્યું છે, જેમાં ગાંધીને રસ પડ્યો અને એને ગુરુ કર્યા, પણ ગુણવંત શાહને હવે ૮૨ વર્ષની ઉંમરે દિવાળી ટાંકણે ગુજરાતી પ્રજા માટે તોલ્સતોયમાંથી આટલું જ ટાંકવા જેવું લાગે છે. બટ્રાંડ રસેલ જેવા વિશ્વ પ્રસિદ્ધ ફીલસુફનાં જીવનમાંથી પણ ગુણવંત શાહને જડી આવે છે, કે એ જબરા લફરાબાજ હતા.
આ ઐતિહાસિક લેખને અંતે ગુણવંત શાહ ગુજરાતભરની યુવતીઓને - સોરી, સુંદર યુવતીઓને – સંબોધીને જાહેર ચેતવણી આપે છે – “ કોઈ પણ સુંદર યુવતિએ મારી અતિ સમીપે આવવું નહિ. આ ઉંમરે પણ હું વાસનામુક્ત નથી. આવી મારી ચેતવણીનો અનાદર કરનારી યુવતી પોતાના હિસાબે અને જોખમે મારી સમીપે આવી શકે છે. હું મનુષ્ય છું અને મનુષ્યની ઘણીખરી અપૂર્ણતાનો માલિક છું.”
ગિરીપ્રવચન જેવું આ પથારીપ્રવચન બિટ્વીન ધ લાઈન્સ વાંચીએ તો આ સાહિત્યિક ભાષામાં લખાએલી કાનૂની ચેતવણી છે. ‘ચેતવ્યા છતાં તમે આવો, તો ‘MeeToo’ જેવા મામલામાં લેખકની કોઈ જવાબદારી બનતી નથી.’
-
જરા કલ્પના કરો, તમારા ઘરમાં 82 વરસના બાબા જેવા આવા દાદા હોય અને આવું, ગુણવંત શાહના જ શબ્દોમાં, ગાંડું ઘેલું લોકોને કહેતા ફરે, તો તમને કેટલું મોટું એમ્બરેસમેન્ટ થાય? મને આવી જ લાગણી અત્યારે એક ગુજરાતી તરીકે થાય છે. વડીલ તરીકે ગુણવંત શાહનો હું આદર કરુ છું, પણ એમને પથારીમાં પડ્યા પડ્યા આવતા દરેક ગાંડા ઘેલા વિચારો એ કટારલેખક તરીકે છાપા-મેગેઝીનના પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને છપાવીને આપણા માથે મારે એ ચલાવી ના લેવાય.
-
આપણે ત્યાં ફેક ન્યુઝ વિષે બહુ હો- હા થાય છે, પણ ફેક વ્યુઝ્ની કોઈ ચર્ચા કે ચિંતા હજુ સુધી નથી. પદ્મશ્રી ગુણવંત શાહે આપણને આ લેખ દ્વારા એક અમૂલ્ય તક આપી છે. ફેક ન્યુઝ તમને ખોટી માહિતી આપે છે, જેની ખરાઈ તમે કરી શકો છો, જ્યારે ફેક વ્યુઝ તમારા મનમાં તમારી જાણ બહાર એવા ખતરનાક વિચારોનું આરોપણ કરે છે, જે ફેક ન્યુઝ કરતા કઈ કેટલાય ઘણા ખતરનાક સાબિત થઇ શકે છે.