-
- ધીમંત પુરોહિત
આ વયોવૃદ્ધ કટાર લેખકની વિચારવાછૂટો છેલ્લા ઘણા સમયથી મારી ચિંતાનો વિષય છે. આમ તો એમને સેક્સનું ઓબ્સેસન પહેલેથી જ છે પણ ઉંમર વધતા હવે એ વકર્યું છે. ગઈ દિવાળીએ એમણે ચિત્રલેખા સામાયિકના વિશેષાંકમાં એમની ‘કાર્ડિયોગ્રામ’ કોલમના અભૂતપૂર્વ લેખમાં લખ્યું હતું કે, -
“આ ઉંમરે પણ હું વાસનામુક્ત નથી... આવી મારી ચેતવણીનો અનાદર કરનારી યુવતી પોતાના હિસાબે અને જોખમે મારી સમીપે આવી શકે છે.”
“ મારી ઉંમર ૮૨ વર્ષની થઇ છે. મને પથારીમાં પડ્યા પડ્યા અનેક ગાંડા ઘેલા વિચારો આવે છે. આ ઉંમરે પણ મને કોઈ સુંદર યુવતી સામે મળે ત્યારે કોઈ યુવાનને આવે એવા જ રોમેન્ટિક વિચારો પણ આવે છે. એ યુવતી મને વૃદ્ધ જાણી મારી પથારી પાસે આવીને બેસે ત્યારે એ તો નિર્દોષ હોય છે, પરંતુ હું નિર્દોષ કે નિર્મળ નથી હોતો.”
એ વખતે એમની આ વાતનો જાહેર વિરોધ કર્યો અને ખાસો ઉહાપોહ પણ થયો. એ વખતે એક સંતોષ હતો કે આટલું બધુ થુ થુ થયા પછી ગુણવંત શાહ કમ સે કમ હવે મનમાં આવે એ બધા ગાંડા ઘેલા વિચારો એમની કોલમોનો દુરુપયોગ કરીને આપણા માથે નહિ મારે. મને કહેવા દો, એમણે મને ખોટો પાડ્યો. આ વખતે એ એક ડગલું આગળ વધ્યા અને ચિત્રલેખા કરતા પણ વધારે મોટો વાચક વર્ગ ધરાવતા ભાસ્કર અખબારની રવિવારની પૂર્તિમાં એમણે જાહેર સ્ખલન કર્યું.
એને સંયોગ કહી શકાય કે, એમની વાતનો વિષય ચિત્રલેખા જ છે – ૧૯૫૪ની અશોકકુમાર અને મીનાકુમારી અભિનીત ફિલ્મ. “જેમાં સાધુ અશોકકુમાર સૌંદર્યવતી મીનાકુમારીના પરિચયમાં આવે છે. આશ્રમની મર્યાદાઓ ખાનગીમાં ધીરે ધીરે તુટતી જાય છે અને બંને વચ્ચે મધુર સંબંધ રચાય છે.”
ગુણવંત શાહ આ ફિલ્મને આધારે ગુજરાતી સમાજને ઉપદેશ આપે છે, કે “સેક્સનો અસ્વીકાર અત્યંત અસહજ બાબત છે અને તેથી પ્રકૃતિનું અપમાન ગણાય”.
સાથે સાથે અડધી સદી પહેલાના સાધુ અશોકકુમારને પણ સલાહ આપી દે છે, કે એમણે મુક્તમને આશ્રમવાસીઓને જાહેરમાં જણાવી દેવું જોઈએ કે, “ હે પ્રિય મિત્રો, મને આશ્રમવાસી આ સ્ત્રી પ્રત્યે પ્રેમનો ભાવ થયો છે. તમને નિખાલસપણે જણાવી દેવામાં મને લાગે છે કે સત્યની જાળવણી થશે......મૈથુન માર્ગ સ્વીકારવામાં કોઈ જ પાપ નથી.”
મહાત્મા ગુણવંત શાહનાં ઉપદેશ પ્રમાણે દેશ ચાલે, તો સૌથી પહેલા આસારામને જોધપુર જેલમાંથી છોડીને એમના સાબરમતી આશ્રમમાં એમની બધી જ મીનાકુમારીઓ સાથે પુન:પ્રસ્થાપિત કરવા પડે.
આસારામ પ્રત્યે આમ પણ ગુણવંત શાહને કુણી લાગણી છે.
તમને યાદ હોય, તો ગુણવંત શાહે એમના પેલા ચિત્રલેખાવાળા ઐતિહાસિક લેખમાં પણ બળાત્કારના આરોપસર વરસોથી જેલમાં બંધ આસારામને સલાહ આપી હતી, -
“બોલો ! આ વાત મારે કોને કહેવી ? કોઈ માને કે ન માને, આપણો દંભી સમાજ આસારામના જ લાગનો છે. આસારામે સ્ટેજ પરથી આવી નિખાલસ વાતો કહી હોત તો ! આસારામે બળાત્કાર કરવાને બદલે કેવળ થોડો રોમાંસ કર્યો હોત તો એ આજે જેલની બહાર હોત એ નક્કી.”
તમે જ નક્કી કરો, આને નિખાલસતા કહેવાય, કે નાગાઈ ?
ગુણવંત શાહનાં આ લોજીક મુજબ તો ભોળી ભક્તાણીઓ સાથે દુષ્કર્મ કરતા અને મોકો મળે ભાગી પણ જતા સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ પણ કશું ખોટું નથી કરતા.
મહાન વિચારક ગુણવંત શાહે ચિત્રલેખા ફિલ્મના સાધુ અશોકકુમારને આપેલી સલાહ મુજબ,
“...પ્રેમ થાય અને સત્ય નંદવાય એના કરતા તો સત્ય અને પ્રેમ બંને જળવાય, તેમાં જ આશ્રમની ખરી શોભા છે. અમે બંને હવેથી પતિ પત્ની તરીકે આશ્રમ જીવન જાળવીશું. આપણા ઘણાખરા ઋષિઓ પરણેલા હતા અને એમના લગ્નજીવન થકી સમાજને એક એકથી ચડિયાતા એવા ઋષિપુત્રો પ્રાપ્ત થયા છે. ઉત્તમોત્તમ સંતાનો પ્રાપ્ત કરવા માટે મૈથુનમાર્ગ સ્વીકારવામાં કોઈ જ પાપ નથી.”
સેક્સ અને બ્રહ્મચર્યની વાત આવતા સ્વાભાવિકપણે જ મોહનદાસ ગાંધી પણ મહાત્મા ગુણવંત શાહની હડફેટે ચઢી ગયા છે.
આપણા મહાત્માના મતે, “મહાત્મા ગાંધીએ જે પ્રયોગો અન્ય સ્ત્રીઓ સાથે કર્યા, તે પ્રયોગો પણ બ્રહ્મચર્યને નામે જાત સાથેની લડાઈના પ્રયોગો બની રહ્યા! જો મહાત્માએ લંગોટમુલક બ્રહ્મચર્યને બદલે મનોશારીરિક કક્ષાએ ‘તંદુરસ્ત સેક્સ’ પર ભાર મુક્યો હોત તો! તો ગાંધી યુગ ટનબંધી દમ્ભચર્યથી બચી ગયો હોત!”
આમ તો બ્રહ્મચર્ય વિષે ગુણવંત શાહના અમૃત વચનો સાંભળીએ કે આસારામના, ઝાઝો ફરક નથી, આમ છતાં, ગાંધી ૧૫૦ નિમિત્તે આપણે તો ગાંધી અને બ્રહ્મચર્યની મુક્ત ચર્ચા જરૂર કરવી જોઈએ. ગાંધીનું બ્રહ્મચર્ય મજબુરી કા નામ મહાત્મા ગાંધી નહોતું. એ સમજવા ગાંધી વિશેનું થોડું બેઝીક જ્ઞાન, વાચન અને સમજ પણ જોઈએ.
ગાંધીના બ્રહ્મચર્યને સમજવા એમનું પૂર્વ જીવન સમજવું પડે. ગાંધીએ એમની આત્મકથામાં કહ્યા મુજબ એ કસ્તુરબામાં એટલા આસક્ત હતા, કે એમના પિતાની અંતિમ ક્ષણોમાં પણ રાત્રે પિતાની સેવા છોડીને કસ્તુરબા પાસે ગયા હતા, એ દરમિયાન જ એમના પિતાનું મૃત્યુ થયું. એનો વસવસો ગાંધીને હંમેશા રહ્યો. ગૃહસ્થ જીવનમાં ગાંધીને એકથી વધુ સંતાનો થયા. બાદમાં ગાંધી જાહેર જીવનમાં પ્રવેશ્યા, ત્યારે પોતાના અને આશ્રમવાસીઓ માટે બ્રહ્મચર્યનો નિર્ણય લાંબા વિચાર બાદ લીધેલો સમજપૂર્વકનો નિર્ણય હતો.
એમાં સૌથી પહેલો વાંધો હોય તો એ કસ્તુરબા ને હોય. ખરેખર, ગાંધીના પૂર્વ અનુભવોને કારણે કસ્તુરબાને તો બાપુના બ્રહ્મચર્યના નિર્ણયથી ચોક્કસ રાહત થઇ હશે. કસ્તુરબા એ જો આત્મકથા લખી હોત તો ચોક્કસ એમણે આ જ વાત કહી હોત.
બીજી વાત, આશ્રમવાસીઓની. ગાંધી સૌપ્રથમ હતા, જે સ્ત્રીઓને જાહેર જીવનમાં લાવ્યા. સ્ત્રી-પુરુષો એક સાથે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેતા હોય અને એક આશ્રમમાં સાથે રહેતા પણ હોય ત્યારે બ્રહ્મચર્ય જેવો કડક નિયમ ન હોત તો કેટલી અરાજકતા સર્જાત એની કલ્પના ચિત્રલેખા ફિલ્મમાં મહાલતા ગુણવંત શાહને ક્યાંથી આવે?
બાપુના બ્રહ્મચર્યના નિયમો ના હોત, તો ફ્રીડમ મુવમેન્ટ મી ટુ મુવમેન્ટ બની ગઈ હોત.
નહેરુ અને સરદાર તો વિધુર પણ હતા. એ ગાંધીના બદલે ગુણવંત શાહવાળા સાધુ અશોકકુમારના રસ્તે ગયા હોત તો,એમને મીનાકુમારીઓ તો ચોક્કસ મળી હોત પણ આપણને આઝાદી ન જ મળી હોત.
દરેક મોટા આદર્શો માટે મુલ્યવાન બલિદાનો આપવા પડતા હોય છે. ગાંધીના બ્રહ્મચર્ય અને એમાં પાછળથી ઉમેરાયેલા દંભને કારણે દેશને નુકસાન કરતા ફાયદો વધુ થયો છે. એ આજનાં મૂલ્યવિહીન રાજકારણ, સમાજ અને માધ્યમો પર એક નજર નાખો એટલે આપો આપ સમજાઈ જશે.
સારું થયું, ગુણવંત શાહ મહાન વિચારક બન્યા એના વર્ષો પહેલા ગાંધી ગુજરી ગયા. બાકી ગાંધી ભલે ના ભોળવાત પણ ગાંધીવાદીઓમા કેટલાક નમૂનાઓ જરૂર નીકળત કે જેમને ગાંધીના ‘સત્યના પ્રયોગો’ કરતા ગુણવંત શાહના ‘સેકસના પ્રયોગો’માં વધુ રસ પડ્યો હોત. વાત સાચી ના લગતી હોય, તો આ પોસ્ટની નીચેની કોમેન્ટ્સ જોઈ લો. ગુણવંત શાહના પ્રશંસકો એમના આવા અનાવૃત્ત લેખો પછી પણ પણ ઘટ્યા નથી.