Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • -ધીમંત પુરોહિત

  • જમણા પગની ધીમી ઠેસથી મારા ઘરનો હિંચકો ધીમે ધીમે ઝૂલે છે. હિંચકાની સાથે સાથે એ ઝૂલે છે, એમની બાજુમાં બેઠેલા મને પણ ઝુલાવે છે. વડાપ્રધાન પોતે જ્યારે તમને હિંચકે ઝુલાવે, ત્યારે એ હિંચકો વિરાટના હિંડોળાથી કમ નથી હોતો. સાચું નાં લાગતું હોય, તો પૂછો રાગેશ જહાને એ આ ઘટનાના સાક્ષી છે. લાંબી બૌદ્ધિક ચર્ચા બાદ સ્વાભાવિકપણે આવતા મૌનના વિસ્તારમાંથી અમે પસાર થઇ રહ્યા છીએ. નરેન્દ્રભાઈ અહોહો ભાવથી મને નિહાળી રહ્યા છે, સંકોચવશ મારે નજર એમના પરથી થોડી હટાવવી પડી. નજર આપોઆપ બારી બહાર ગઈ. સામેના ઘરની રવેશ પર કબૂતર યુગલ રતિક્રીડામાં મગ્ન હતું. સાચું કહેજો કેટલા ટકા ગુજરાતીઓ દંભ વગર કબૂતરોની રતિક્રીડા જોઈ શકતા હશે? નહિ નહિ તોયે, છેલ્લા ચાલીસ વર્ષોથી હું આ વાત મારી કોલમોમાં પુનરાવર્તનનાં ભોગે પણ કીધે રાખું છું છતાં ગુજરાતી સમાજ પર એની કોઈ અસર દેખાતી નથી. એટલે જ આ ઉંમરે પણ મારે કટાર લેખન નાછૂટકે ચાલુ રાખવું પડ્યું છે.
  •  

    કબુતર પરથી નજર પાછી લાવું છું, તો નથી નરેન્દ્રભાઈ કે નથી હિંચકો. હું મારી પથારીમાં પડ્યો છું. પેટ છૂટી વાત કરું, તો ૮૨ વર્ષની ઉંમરે આવી ભ્રાંતિ મને વારે વારે થાય છે અને ગાંડા ઘેલા વિચારો આવે છે. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે ક્યારેક ક્યારેક મને મળવા આવતા અને નિયમિત ફોન કરી મારી ખબર પુછતા. બહુ ઓછા કટાર લેખકોને એમણે આવું બહુમાન આપ્યું છે. એ દિલ્હી ગયા ત્યારથી એમના ફોન આવવા બંધ થઇ ગયા છે. આ વિરહ મારાથી સહન નથી થતો. આ ડિપ્રેશનમાં જુઓને, આજનાં સપનામાં પણ નરેન્દ્રભાઈને મુખ્ય વાત તો કહેવાની રહી જ ગઈ.

    મને પદ્મશ્રી તો આપ્યો, એ તો હવે અણુ પંડ્યાને પણ મળી ગયો. હવે આગળનું કઈ વિચારવાનું કે નહિ? જેમને કારણે હું સર્વોદયવાદીમાથી સંઘી થયો. જેમની અંધ ભક્તિને કારણે મે આટલી ગાળો ખાધી છે, એટલી કોઈ ભાષાનાં લેખકે નહિ ખાધી હોય. હું ભલે મારી કોલમોમાં લોકોને ફળની કામના રાખ્યા વિના કર્મ કરે રાખવાની સુફિયાણી સલાહો ગીતાને નામે આપતો હોઉં, એ સલાહ આપવા માટે છે, પોતે પાળવા માટે નહિ. મારા જેટલું અજ્ઞાન અને દંભ તમને ભારતની કોઈ ભાષાનાં લેખકમાં જોવા નહિ મળે. ક્યારેક પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ અને ભારત રત્ન પણ પોતાને યોગ્ય ઉમેદવાર માટે ઝૂરતા હોય છે. જો કે આ એવોર્ડો બે-પાંચ વરસ પછી આપશો તોયે ચાલશે. સંગીનદાસ જો એમની ૧૦૦મી વર્ષગાંઠ ઉજવી શકે તો હું એટલું તો ચોક્કસ ખેંચી કાઢીશ. મારી વર્તમાન ચિંતાનો વિષય જ્ઞાનપીઠ એવોર્ડ છે. એ મને હજી સુધી કેમ નહિ? હું સૌથી મોટા છાપામાં પહેલે પાને આઠ કોલમમાં લખતો હાઈએસ્ટ પેઈડ કોલમ રાઈટર છું. મારા જ છાપામાં પાંચમે પાને બે કોલમમાં લખતા પ્રભુવીર ચૌધરીને જ્ઞાનપીઠ મળે અને મને નહિ? દેશમાં ધારા ધોરણ જેવું કઈ છે કે નહિ? આ દુખડું મારે કોની આગળ રડવું? મે રામાયણનું ભાષ્ય લખ્યું, મહાભારતનું ભાષ્ય લખ્યું, ગાંધી પર આખી સીરીઝ લખી. મોદી પર તો દર અઠવાડિયે વાળી વાળી જઈને લખું છું અને સોનિયા રાહુલને મોકો મળે ત્યારે ઝુડું છું. સેક્સ વિષે ગુજરાતીમાં મારાથી વધુ કોઈએ ખુલ્લે આમ લખ્યું હોય તો બતાવો, તોયે મારી કોઈ કદર જ નહિ?

    લંગોટનો વળ વચ્ચે

    આજે કઈ લખવા જાઉં છું ને મારો હાથ ધ્રુજે છે. હું કઈ પણ નાગું લખું એનો શ્રીમંત પુરોહિત વિરોધ કરે છે. પાછુ, મારો મૂળ લેખ જેટલા લોકો વાંચે, એના કરતા વધારે લોકો એનો વિરોધ લેખ વાંચે છે. આમ ને આમ ચાલ્યું, તો આ દેશમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની નાગાઈ ક્યાંથી ટકશે? કોઈ તો રોકો એને? કોઈ તો ટોકો એને? નખ્ખોદ જજો સાચું લખનારનું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ