-
કેટલાક અતિ ઉત્સાહીઓ ન્યૂટનનો પેલો સિધ્ધાંત ભૂલી જાય છે કે એકશનનું રિએકશન આવશે. ત્રિપુરામાંમોટા ઉપાડે સામ્યવાદી વિચારધારાના પ્રણેતા વ્લાદિમીર લેનિનની પ્રતિમા તોડતા પહેલા વિચાર ના કર્યો અને જ્યારે એકશનનું રિએકશન આવ્યું ત્યારે વડીલોએ દરમ્યાનગીરી કરી. જનસંઘ-ભાજપની વિચારધારાના પ્રણેતા શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને કોલકાત્તામાં નુકશાન થયા બાદ સૌ જાગ્યા. ચેન્નઇમાં પેરિયારની પ્રતિમાને નુકશાન કરાયું અને 8 માર્ચે મહિલા દિને કેરળમાં ગાંધીજીની પ્રતિમાને નુકશાન પહોંચાડવામાં આવ્યું. જાણે કે મૂર્તિ તોડો આંદોલન શરૂ ના થયું હોય....
રાજકીય શતરંજની મસ્ત ચાલ એક પછી એક દેશના અલગ અલગ ખૂણેથી ચાલવામાં આવી રહી છે. ક્યારેક નરમ, ક્યારેક ગરમ. અમે વસુધૈવ કુટુંબક્મમાં માનીએ છીએ અને પછી લેનિનની મૂર્તિ પણ તોડીએ છીએ. અમે કોઇપણ કૌભાંડને અગાઉની સરકારનું કહીને પ્રજાના ગળે ઉતરાવી શકીએ છીએ. અમે કોઇપણ આપત્તિને સરસ મજાની રીતે અવસરમાં બદલી નાંખીએ છીએ. મિડિયા અમારે દ્વારે છે, અમે મિડિયાના દ્વારે નથી. હમ સે હૈ જમાના , જમાને સે હમ નહીં...! દિલ્હીમાં પાકિસ્તાનના પૂર્વ લશ્કરી વડા વગેરે.ની ક્યાં કેમ મિટીંગ થઇ તે અમે જાણીએ છીએ અને ચૂંટણીમાં તેનો ઉપયોગ કરીને બીજી ચૂંટણી સુધી કઇ રીતે ભૂલી જવું તે અમે જાણીએ છીએ. આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાનું વચન આપીને પછી એમ કહેવું કે એ વિશેષ દરજ્જો તો માત્ર પૂર્વોત્તર રાજ્યો માટે જ છે, એ પણ અમને આવડે છે. કોઇ અભિનેત્રીનું નિધન થયું હોય તે હત્યા છે એમ કોઇના દ્વારા કહેવડાવવાનું અમને આવડે છે. પણ જ્યારે એ જ નેતા એમ કહે કે યે સરકાર કે જીડીપી કે આંકડે ફર્જી હૈ ત્યારે મૌન રહેતા પણ અમને આવડે છે. મને બધુ આવડે-MBA.
કાશ્મીરની સમસ્યા માટે જેઓ જેમને જવાબદાર માને છે તેમની મૂર્તિઓ ચકાચક છે. એક પણ પ્રતિમાને હાથ લગાવાયો નથી. ન જાણે કોનો ડર છે. સરદાર પટેલને જેમણે વડાપ્રધાન ન થવા દીધા તેની પ્રતિમાઓ અને તેમના નામના અમદાવાદ(નેહરૂ પુલ)ના સહિત તમામ પુલો સલામત છે. ભારતના ટુકડા માટે કટ્ટર ઝીણા નહીં પણ નેહરૂ-સરદાર પટેલ અને મૌલાના આઝાદ હતા એમ કહેનાર આ દેશમાં સલામત છે. અને એવું કહેનાર કોઇ સામાન્ય નથી. ભારત સરકારના મંત્રીપદે રહી ચૂક્યા છે. તેમના નિવાસસ્થાને કોઇ હલ્લાબોલ નથી. કાશ્મીરમાં લોકોને ભડકાવનારા અને આતંકીઓને સહાય કરનારાઓના નામો પોલીસ ફરિયાદમાંથી નિકળી જાય છે અને કાશ્મીરમાં તેઓ સલામત છે. બેંકોના નાણાં સરકારની સામે પગ લાંબા કરી બેસીને ચાવી જનારાઓ પોતાનું નાગરિકત્વ બદલીને દેશ છોડીને વિદેશમાં સલામત છે. એટલું જ નહીં ત્યાં બેઠા બેઠા તપાસ એજન્સીઓના ચાળા પાડતા હોય તેમ જા નહીં આવું, તું શું કરી લઇશ બોલ...!! આવું બધુ જ ચાલશે. એક કંઇક બોલશે, બીજા સ્થાનેથી વળી કંઇક બીજો મમરો મૂકશે.
એક રીતે જોતાં આ દેશના કોમન મેનને ભરમમાં રાખવો. તેને એક મત પર આવવા દેવો જ નહીં. ચારે બાજુથી હુમલાબાજી-જુમલાબાજી-ફટકાબાજી-નિવેદનબાજીનો સતત મારો ચાવુ રાખવો. વચ્ચે વચ્ચે કોઇ ઉત્સવનું આયોજન કરવું જેથી બિચ્ચારા અને બાપડા મતદાતાને કંઇક મનોરંજન મળે. હજુ તો મન ભીંજાયુ હોય ત્યાં વળી કોઇ હજારે બજારે પહોંચીને બ્યૂગલ વગાડશે-ચાલો....ચાલો...મારી સાથે ચાલો...મેં 30 કાગળો લખ્યા પીએમને એકેયનો જવાબ આપ્યો નથી...ચાલો...ચાલો...આ સરકારને કાઢો....લોકો કોઇ જોડાય કોઇ ન પણ જોડાય. ત્યાં વળી યુપીમાં ધનાધન એન્કાઉન્ટર......નો અપીલ...નો દલીલ...નો વકીલ....સીધો ફેંસલો. માર ગોલી સાલે કો...યે મરેગા તભી તો રામરાજ્ય આયેગા...!!! બંધારણના નામે શપથ લીધા પછી એમ કહેવું-હું હિન્દુ છું, હું ઇદ ઉજવતો નથી...!! પાકી શંકા છે કે શપથવિધિ વખતે દેશનું નહીં પણ સંઘનું બંધારણ કોઇએ ભૂલથી પકડાવી દીધુ હશે સાધુને. એમને બિચ્ચારાને તો ખબર જ નહીં. એ તો ભોળા છે, મનના મોળા છે. એટલે પોષણ મિશન(પીએમ) તેમને ક્યારેક ગુજરાત તો ક્યારેક કર્ણાટક મોકલ મોકલ કરશે. અરે, ભૈયા....ચુનાવ જો જીતના હૈ. ઇસલિયે તો યે સબ કરના પડેગા. વિવાદ તો હોતા હી રહેંગા....
વિવાદ...વિવાદ...વિવાદ.વાદ નહીં વિવાદ નહીં વિવાદ સિવાય બીજી કોઇ વાત નહીં. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ડાહ્યા ડમરાં થઇને શિખામણો આપવી પણ પોતાના નેતાઓને મણ મણની નહીં તો કણ કણ જેટલી તો સલાહ-શિખામણ આપવા માટે, પેલું કહેવાય છે ને- ટેમ નહીં હૈ બે....!! ચલ, હટ સામને સે જરા ચુનાવ કો આને દે....!!!!!!