-
ભાગો...ભાગો..,ભૂકંપ આવ્યો....ગાંધીનગરના અખબાર ભવનમાં કોઇએ બુમ પાડી અને ભૂકંપનું નામ પડતાં જ સૌ પત્રકારો વિધાનસભાની કાર્યવાહી અને અન્ય લખવાનું છોડને સડસડાટ નીચે ઉતર્યા. કોઇ જાળીવાળી લીફ્ટમાં તો કોઇ પગથિયા ઉતરીને. અખબાર ભવન 10 માળનું છે. નીચે 108ની ગાડીઓ, ડોકટરો, અન્ય સ્ટાફ અને જાણે શું શું હતું. પછી જાહેર થયું કે ઓત્તારીની આ તો મોક ડ્રીલ હતી. એટલે કે જો ખરેખર ભૂકંપ આવે તો તે વખતે સમગ્ર તંત્ર શું કરશે, કોણ ક્યાં કેટલી મિનિટમાં પહોંચશે,તેની એક પ્રકારની પ્રેકટીસ.
ભાજપ સરકારનો પત્રકારો અને મિડિયા પ્રત્યે અનેરો પ્રેમ છે હોં. એની ના નહીં. વિધાનસભામાં બધુ નવુ નવુ કર્યુ પણ પ્રેસ રૂમ...?એનું એ જ. બાબા આદમના જમાનાનું. કોઇ સુવિધા નહીં. છેવટે બહિષ્કાર કરાયો ત્યારે સરકાર જાગી અને સુવિધા પૂરી પાડી. આ કેવું? પત્રકારોને પોતાની ફરજ માટે શું સુવિધા જોઇએ એ શું સરકારને ખબર નહીં હોય. પણ કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય. નવી કહેવત એ છે કે મન હોય તો માળિયે ચઢાય....! સરકાર મન કી બાત ભરપેટ સાંભળે પણ પત્રકારો ગૃહની કાર્યવાહી જોઇ શકે, સાંભળી શકે એટલી સુવિધા આપો તો એમને પણ સરકારના મન કી બાત સાંભળવાનું ધીમે ધીમે ગમે. હશે. સરકારને ગમે તે ખરૂ.
ગાંધીનગર એટલે રાજ્યનું પાટનગર. આ શહેરમાં ઘણી બધી એવી સરકારી ઉંચી ઇમારતો છે કે જ્યાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરે છે. અને એવા ઘણાં સ્થળો છે કે જો ખરેખર ભૂકંપ આવે તો મોટી જાનહાનિ થાય અને તેને કઇ રીતે રોકી શકાય તેની પ્રેકટીસ એટલે કે મોક ડ્રીલ કરી હોત તો કંઇક લેખે લાગત. અખબાર ભવનમાં માણસો કેટલા..? ગણીને માંડ 50 થાય. છતાં ત્યાં મોક ડ્રીલ થયું. સારી વાત છે. આ સરકારે મોક ડ્રીલમાં ભૂકંપને કારણે અખબાર ભવન ધરાશાયી થતાં એક પત્રકારનું મોત અને 5 કાટમાળ નીચે દટાયા હોવાનું જાહેર કરીને મિડિયા પ્રત્યે અનેરો પ્રેમ જાહેર કર્યો છે. કેવું કહેવાય.... મોક ડ્રીલમાં અખબાર ભવન ધરાશાયી અને પત્રકારો દટાયા. આ તો હળવે હલેસે છે. આગામી મોક ડ્રીલમાં સરકાર અમદાવાદની કોઇ અખબારની કચેરીને ધરાશાયી કરે તો નવાઇ નહીં કેમ કે આ સરકારને પ્રેસ સાથે ખૂબ જ લેણું છે. ખૂબ જ પ્રેમ છે. છેક 1995થી. જે યથાવત રીતે...અવિરત પ્રેમધારારૂપે શબ્દો બનીને વહી રહ્યું છે...