Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • જાને કહાં ગયે વો દિન...

  • દોમ દોમ શાહ્યબી. પાણી માંગે તો ખીર મળે. પડ્યો બોલ ઝીલવા નેતાઓ અને કાર્યકરોની ફોજ કાન સરવા કરીને ખડે પગે ઉભા હોય. અમદાવાદ આવવાના હોય તો એરપોર્ટ પર સ્વાગત કરવા માટે સુચના જાય. માન -પાનથી લઇ આવે. તેમનું માર્ગદર્શ લેવાય. જેમણે ભાજપમાં એલ.કે. અડવાણીનો તપતો સુરજ જોયો હોય એમણે આજે લોકસભા ચૂંટણીમાં દિલ્હીથી મતદાન કરવા અમદાવાદ આવેલા અડવાણીને એકલા અટૂલા અને ચહેરા પર ગ્લાનિ અને ઉદાસીની સાથે સાથે જાણે કે મનમાં મરક મરક હસતાં હોય કે ઇસીકા નામ હૈ જિંદગી..ની ભાવ સાથે જોયા હોય તો આંચકો ખાઇ જાય. ગઇ વખતે 2014માં અડવાણી ભાજપના સંકલ્પ પત્રની જાહેરાત વખતે મંચ પર હતા. આ વખતે અડવાણી ઘરે હતા...! સાવ આવું....? એમ જો કોઇ ભાજપની નેતાગીરી અંગે કહે તો નવાઇ નહીં. બસ, માણસની આટલી જ કદર...? કોઇનો એટલો ડર કે તેની સાથે પણ કોઇ ઉભો ના રહે…? જાણે કે અડવાણી હવે ભાજપમાં નથી એવા કોઇ સંદેશા સાથે તેઓને મતદાન વખતે ઘણા બધાએ અને મિડિયાને પણ જોવા મળ્યાં.

    સગા દીઠા મેં શાહઆલમના શેરીએ શેરીએ ભીખ માંગતા...એવી કોઇ પંક્તિઓ સાહિત્યમાં જોવા મળે છે. કેવી જાહોજલાલી હતી અડવાણીની ભાજપમાં. તેમને પૂછ્યા વગર કોઇ પાણી પણ ના પીએ અને આજે અડવાણીને તરસ લાગે તો તેમને પાણી પીવડાવવા માટે પણ ભાજપના કોઇ જાણીતા ચહેરા મતદાન વખતે જોવા ના મળ્યા. એકાદ નેતા તો તેમની સાથે કાયમ રહેતા આવ્યાં છે અમદાવાદની મુલાકાત વખતે. કદાજ તેઓ સાથે હશે એમ માની લઇએ. તેમ છતાં મતદાન મથકમાં એ નેતા પણ સાથે જ રહેતા આવ્યાં છે અને મિડિયાએ જોયા પણ છે. આજે તો એ નેતા પણ આસપાસ ના દેખાયા. અડવાણી ભાજપમાં અછૂત બની ગયા...?

    સમય કેવો બદલાય છે એનો કડવો અહેસાસ પણ અડવાણીને સાક્ષાત થઇ રહ્યો હશે. રથયાત્રાના સારથી અને તેમના પણ પેટા સારથી આજે અમદાવાદમાં હતા. છતાં અડવાણીની સાથે તેઓ જાહેરમાં જોવા મળ્યા નથી. હશે. કોઇના વોટસએપ એકાઉન્ટમાં સરસ લખ્યું છે-યે દિન ભી ગૂજર જાયેગેં....સમજો તો વંદન. ગરીબ વિચારે કે મારા ખરાબ દિવસો વીતી જશે અને ધનિક એમ ના વિચારે કે ના..ના..આ મને લાગૂ ના પડે..પણ કુદરતની લાઠીમાં વો કહેતે હૈ ન કી અવાજ નહીં હોતા. મહેલોમાં રહેનારાઓના યે દિન ભી ગૂજર જાયેંગે....રાજકપૂરને યાદ કરીએ- સજન રે જૂઠ મત બોલો ખુદા કે પાસ જાના હૈ, ના હાથી હૈ ના ઘોડા હૈ વહાં પૈદલ હી જાના હૈ...તુમ્હારે મહલ ચૌબારે યહીં રહ જાયેંગે સારે....અકડ કિસ બાત કી પ્યારે...! અકડ શેની છે ભલા. અહીં તો ભલભલા આવ્યાં અને ચલચલા કરીને રવાના થઇ ગયા. ઇસી કા નામ દુનિયા. પરિવારમાં કોઇ વૃધ્ધ થાય તો તેનો ફેંકી ના દેવાય. આજે એ છે કાલે તમારો વારો છે. બધુ અહીંયા જ છે. પક્ષમાં કોઇ તો એવા હશે કે જે ચૂપચાપ આ બધુ જોતા હોય, વેદના અનુભવતા હોય. પણ પક્ષની આંતરિક લોકશાહીમાં બોલી શક્તા નહીં હોય...! આજે જેઓ જેમની સાથે છે તેઓ કાલે અડવાણીની સાથે જોવા મળતા હતા. આવતી કાલે તેઓ ક્યાં હશે...? કોની સાથે..?

    અડવાણી એ હવે તેમનું નામ ગુજરાતની મતદાર યાદીમાંથી દિલ્હી તબદીલ કરી નાંખવુ જોઇએ. કેમ કે ગુજરાત સાથેનો તેમનો નાતો પૂરો થઇ ગયો છે....!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ