Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • શ્રીદેવી. દુબઇની મુલાકાત વખતે તેનું મોત નિપજ્યું. મોત તેને મુંબઇથી દૂર દુબઇમાં એક હોટેલના બાથરૂમના બાથટબ સુધી લઇ ગઇ. કોઇએ કહ્યું છે કે મોત જબ આતી હૈ તબ ન ગાતી ચિલ્લાતી હૈ...ચુપચાપ ચલી આતી હૈ. મોત તો ચુપચાપ તેને લઇ ગઇ પણ ભારતના લોકોના અને મિડિયાના કેટલાક લોકોએ ન્યૂઝથી આગ વધીને તેમના મોત પર જે તમાશો કર્યો છે તેને જોઇને વિશ્વના મિડિયાએ ભારતની કિંમત આંકી લીધી હશે. નશો તેનો શોખ હશે કે લાચારી પણ મોતનું કારણ નશો અને નશાની હાલતમાં બાથટબમાં અકસ્માતે પડી જવાથી મોતને ભેટી. મોતનો મલાજો જાળવવાને બદલે કેટલાક મિડિયા અને મોટાભાગના સવાયા સોશ્યલ મિડિયાજનો જે કોમેન્ટ એક અભિનેત્રીના મોત અંગે લખી તે ધિક્કારને પાત્ર છે. શ્રીદેવીની મોતનો મલાજો જાળવીને એ કોમેન્ટ લખવાનું અહીં ટાળવામાં આવ્યું છે પણ જેમણે એ વાંચીને હાસ્ય વેર્યુ હશે તે હાસ્ય નિર્દોષ નહીં પણ નપાવટ અને નફફ્ટાઇની નિશાની હતી.

    આપણે ભૂલી ગયા કે એ અભિનેત્રી માત્ર અભિનેત્રી જ નહોતી. પણ કોઇ સંતાનની મા હતી, કોઇની પત્ની હતી, કોઇની મિત્ર હતી, કોઇનો દર્દ હતી તો કોઇની હમદર્દ હતી. તેને ચાહનારો એક વર્ગ હતો. પણ આપણે શું કર્યું..? કોઇ આછકલાઓએ વળી સદગતની સરખામણી કોઇ પોર્ન સ્ટાર( એને સ્ટાર કહેવાય?) સાથે કરીને મજા લીધી કે જો એ પોર્ન સ્ટાર મરી જાય તો ટીવી મિડિયા તેના વિશે શું બતાવશે...! હદ થઈ ગઇ હદ. આટલી નિચતા. આટલા ઓછા સંસ્કારો? તમે એ પોર્ન સ્ટારની લાઇફ સાઇઝ તસ્વીર તમારા બેડરૂમમાં મૂકો એની ના નહીં. કેમ કે એ તમારી નીજી જિંદગી છે પણ કોઇના મોતની સાથે તેને સરખાવીને આપણે કોઇની માતા કોઇની પ્રેમાળ પત્નીનું મોત પણ બગાડી નાખ્યું...યાર બહુ જ ખરાબ રીતે એનું મોત પણ બગાડી નાંખ્યું... ! એનો આત્મા કેટલો વલોપાત કરતા હશે કે આવા દેશની ધરતી પર તે જીવતી હતી ? તેના ગયા બાદ આ દેશના લોકો તેના મોતના કારણને લઇને આવી છીછરી અને હલકી ટીપ્પણીઓ કરશે? અરેરેરે...હે, ઇશ્વર તેમને માફ ના કરશો કેમ કે તેઓ જાણતા હતા કે તેઓ શું કરી લખી રહ્યાં છે..આવું કંઇક બબડતી હશે બિચ્ચારી.

    કેટલાક ટીવી મિડિયાએ તો ખરેખર હદ વટાવીને એક ટીવીનવીસ એક બાથ ટબમાં સૂઇ જઇને શ્રીદેવીનું એ વખતે શું થયું હશે તેનું તાદ્રશ્ય વર્ણન કર્યું. જાણે કે એ વખતે તેઓ સાક્ષાત ત્યાં હાજર હતા.!! બાથટબમાં અડધે સુધી આડા પડીને જે ટીવીનવીસ(અખબારનવીસનો ભાઇ એટલે ટીવીનવીસ) ભાઇએ સમગ્ર દ્રશ્યને લાઇવ કરવાનો પ્રયાસ કર્યો તે ભાઇએ જ્યાં એ અભિનેત્રીના અંતિમ સંસ્કાર થયાં ત્યાં જઇને ધગધગતા લાકડા ઉપર આડા પડીને કહેવું જોઇતું હતું કે શ્રીદેવી આ રીતે પંચમહાભૂતમાં વિલીન થઇ...!! અલ્યા..કંઇક તો શરમ કરો....કંઇક તો મલાજો જાળવો...જો આવા જ રિપોર્ટીંગનો શોખ હોય તો સુનંદા પુશ્કરના મોત વખતે કેમ લાઇવ ના કર્યું..? કેમ સુનંદાની જેમ મોઢામાં થોડૂક ઝેર મૂકીને રિપોર્ટીંગ ના કર્યું કે ઉસ વક્ત સુનંદા કી હાલત કુછ ઐસી હુઇ હોગી...! રાજીવ ગાંધીના મોતનું લાઇવ કરવું હતું ને, તો ખબર પડે કે કઇ રીતે બોંબ ધડાકો થાય છે..!!

    એક અભિનેત્રીના મોતની મજા.જ...મજા લેનારાઓને વિનંતી કે કોઇ રાજકારણી અને તેમાં પણ કોઇ મહિલા રાજકારણીનું નિધન થાય તો હે સર્વજનો....હે ગુણીજનો, હે મેસેજજનો, હે ફોરવર્ડજનો, તમે આ જ રીતે તમારી લખવાની કળાના નેરા-અનેરા,નોખા-અનોખા દર્શન અને પ્રદર્શન કરીને લક્સ કોઝી બનિયાન પહેરીને 56ની છાતીનો અહેસાસ કરાવશોજી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ